________________
૪૩૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૯૫. સમુચ્ચય પ્રત્યેકમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં પ્રત્યેક હોય છે. તેથી ચારેય ગતિના કુલ ૪૨૦૦ મૂળ
ભેદ થાય છે. પ્ર. ૯૬. નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવમાં મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્ય જ હોય છે તેના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૯૭. ભાવદેવમાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવગતિના જીવો ભાવદેવમાં આવે છે તેનાં મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૯૮. અશુન્યકાળ અને મિશ્રકાળ સાથેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. એક વનસ્પતિકાયમાં એ બે કાળ હોય છે. તેના મૂળ ભેદ ૧૨૦૦
થાય છે. પ્ર. ૯૯. મિશ્રકાળમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં મિશ્રકાળ હોય છે. ચારેય ગતિના મૂળ ભેદ - ૪૨૦)
થાય છે. પ્ર. ૧૦૦. ત્રણે કાળનાં – શૂન્ય, અશૂન્ય, મિશ્ર એ ત્રણેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. વનસ્પતિકાયનાં ૧૨૦૦ મૂળ ભેદ ૪૨૦૦માંથી વર્જીને ૩OOO
મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૦૧. એકાંત નિરૂપક્રમી આયુષ્યના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ – ૨૦૦ + દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૪૦૦
થાય છે. પ્ર. ૧૦૨. એકાંત સોપક્રમી આયુષ્યના મૂળ ભેદ કેટલા? જવાબ. ૫ સ્થાવરના મૂળ ભેદ – ૨૬00 + ૩ વિકલેન્દ્રિયના મૂળ ભેદ –
૩૦૦ = ૨૯૦૦ થાય છે. પ્ર. ૧૦૩. સોપક્રમી અને નિરૂપકમી સાથેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ - ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૯૦૦ થાય છે.