________________
૪૩૫
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૭૦. શ્રોતેન્દ્રિયના મૂળ ભેદ અને પંચેન્દ્રિયના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨૦૦+ તિ. પંચે.ના મૂળ ભેદ-૨૦૦ + દેવના
મૂળ ભેદ-૨૦૦ + મનુષ્ય મૂળ ભેદ-૭૦૦ = ૧૩૦૦ છે. પ્ર. ૭૧. શ્વાસોશ્વાસ પ્રાણ અને આયુષ્ય પ્રાણના મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં હોય તેના કુળ મૂળ ભેદ ૪૨૦૦ છે. પ્ર. ૭૨. સ્થાવરના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના આગળ બતાવ્યા પ્રમાણે સ્થાવરનાં પણ કુલ ૨૬૦૦
મૂળ ભેદ છે. પ્ર. ૭૩. ત્રણના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભે - ૩૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ – ૨૦૦
+ નારકીના મૂળ ભેદ – ૨00 + દેવના મૂળ ભેદ – ૨00 +
મનુષ્યના મૂળ ભેદ = ૧૬૦૦ છે. પ્ર. ૭૪. સૂક્ષ્મના મૂળ ભેદ કેટલા ? જવાબ. એકેન્દ્રિયમાં જ સૂક્ષ્મ હોય છે. તેના કુલ મૂળ ભેદ ૨૬૦૦ છે. પ્ર. ૭૫. બાદરના મૂળ ભેદ કેટલા? જવાબ. બાદર ચારેય ગતિમાં હોય છે. તેના કુલ મૂળ ભેદ ૪૨૦૦ છે. પ્ર. ૭૬. એકાંત બાદરના મૂળ ભેદ કેટલા? જવાબ. ત્રસના જવાબ પ્રમાણે એકાંત બાદરના મૂળ ભેદ ૧૬૦૦ છે. પ્ર. ૭૭. ભવ્ય અને અભિવ્યના મૂળ ભેદ કેટલા? જવાબ. ભવ્ય અને અભિવ્ય ચારેય ગતિમાં હોય. તેના કુલ મૂળ ભેદ -
૪૨૦) છે. પ્ર. ૭૮. છ સંઘયણીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ + તિ, પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ =
૯૦) થાય છે.