Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 14
________________ ૧૩ સમજાવે છે, કર્તવ્યાક્તવ્યની દિશા ચક્કસ પદ્ધતિસર બતાવી મહાન ઉપકાર કરે છે માટે આ નવતત્વ જ જગતનાં સત્ય તત્ત્વો તરીકે, અને જીવનના ઉત્કર્ષ માટે ખરેખરા માર્ગદર્શક તરીકે છે. એમ બંનેય ગુણ આ નવતત્વની વિવેચન પદ્ધતિમાં છે. બીજી વિવેચન પદ્ધતિમાં કાં તે જગતનું સ્વરૂપ હોય છે, અને કાં તે જીવનમાર્ગ હેય છે. પરંતુ આમાં તે બંને ય હોવાથી જ તેનું નામ તાર કહેવામાં , આવેલ છે. તે માટે આ નવતત્ત્વ મહત્ત્વની વસ્તુ છે, એવી સ્પષ્ટ સમજવાળી કે અસ્પષ્ટ સમજવાળી શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે તે બરાબર છે. અને આવા સમ્યક્ત્વના સ્પર્શ પછી જીવ ર્તવ્યની અભિમુખ થવાથી અવશ્ય થોડા વખતમાં મેક્ષના સુખ સુધી પહોંચી જાય છે, એ સ્વાભાવિક તે માટે જ જેને સમ્યક્ત્વ સ્પશે તેને અર્ધ પગલપરાવત સંસાર બાકી રહે છે, તે યુક્તિ સંગત છે. આ પ્રકારે આ નવતત્ત્વનું મહત્વ છે. આ ગ્રંથની આ છઠ્ઠી આવૃત્તિ છે. પ્રફ સંશોધનનું કાર્ય રતિલાલ ચીમનલાલ દેશી (લુદરાવાળા)એ કાળજીપૂર્વક કર્યું છે. છતાં દૃષ્ટિદોષથી કે મુદ્રણદોષથી કેઈ અશુદ્ધિઓ રહી જવા પામી હોય તે સુજ્ઞ પુરુષેએ સુધારી લેવી અને બની શકે તે અમને સૂચવવી. આ ગ્રંથની ભણાવવાની નીચે પ્રમાણે પદ્ધતિ રાખવાથી ઠીક રહેશે. મૂળગાથા મેઢે કર્યા પછી તેની ગાથાઓને જ સળંગ અર્થ આપેલ છે, તે એક નેટમાં ઉતારી લઈ બરાબર મેઢે કરી લેવું જોઈએ. પછી દરેક તત્તની ગાથામાં આવતી હકીક્તના છૂટા બેલે મેઢે કરી લેવા. પછી વિવેચનમાં આગળ વધવું અને પછી નીચે ટીપ્પણમાં આવેલી હકીકતે પણ તૈયાર કરી લેવી. ૪. ગાથાર્થ બરાબર આવડતા હોય, અને વિશેષ શક્તિ હોય, તેણે શબ્દાર્થો પણ કરવા અને ગાથાર્થ સાથે મેળવી લેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 224