________________
નિરૂપણ કરે છે. અભિલાપ્ય ભાવ અને અનભિલાય ભાવે વગેરે વિચાર એ દષ્ટિબિંદુ પુરું પાડે છે.
મેક્ષની દષ્ટિથી—અધ્યાત્મ શાસ્ત્ર, સામાયિક ચારિત્ર, તથા છ આવશ્યકે મારફત મેક્ષને માર્ગ સમજાવતાં આખા જગતનું નિરૂપણ થાય છે. અથવા એ વાતને વધારે સરસ રીતે સમજાવવા નવતત્ત્વનું નિરૂપણ છે. તે પાછળથી સમજાવીશું.
વ્યવહાર દષ્ટિથી-સમાજવ્યવસ્થાથી માંડીને ઠેઠ તીર્થંકર ભગવાન સુધીના વ્યવહારોની ઘટના વિચારતાં આખા જગનું પ્રાસંગિક વિવેચન થઈ જાય છે.
જીવસૃષ્ટિની દૃષ્ટિથી-પાંચ ભાવે યુક્ત જીવેનું વિવેચન કરતાં પણ આખા જગતનું વિવેચન થઈ જાય છે.
આ રીતે આવા ઘણાજ દૃષ્ટિબિંદુએથી જગતનું નિરૂપણ વિગતવાર જૈનશાસ્ત્રોમાં મળે છે. છતાં મોક્ષપ્રાતિની દૃષ્ટિથી વિવેચન કરતાં નવતત્વના વિવેચનથી આખા જગનું સ્વરૂપ બહુ જ સરળતાથી સમજાવ્યું છે.
તદ્દન સાદા અને આબાળ-ગોપાળને સુપરિચિત શબ્દોથી આખા જગતનું નવતમાં એકીકરણ કરી લીધું છે, જુઓ -
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિજર, બંધ, અને મોક્ષ. આમાં કેટલી સાદાઈ અને સુપરિચિતતા જણાય છે ? જરાયે અટપટાપણું જ નહીં.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, બંધ, મેક્ષ, વગેરે શબ્દો તે તદ્દન પરિચિત જેવા જ છે. આસવ, સંવર, નિર્જરા એ ત્રણ શબ્દો કંઈક અપરિચિત જેવા લાગે છે. પણ તેના અર્થોને કમ બહુ જ સાદ છે. ચૈતન્યવાળા જીવતા પદાર્થોને સમાવેશ જીવતત્વમાં કર્યો છે. જડ ચીજોને સમાવેશ અજીવતત્વમાં કરવામાં આવે છે. મેક્ષ એ જીવનનું અંતિમ સાધ્ય તત્વ છે. બાકીના ત જડ-ચેતનના સંજોગ-વિજોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org