Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ વીજળીઓ રમવા આવી. જે યોદ્ધાઓની વીરતાથી આખો દેશ કાંપતો, એ યોદ્ધાઓ આજ પ્રજા સામે પોતાનું પાણી બતાવતા હતા. હવે તીરંદાજીનો સમય આવ્યો. મહારાજા ભીમદેવ પોતે જાણીતા બાણાવળી હતા, તેથી આ રમતમાં બહુ રસ લેતા. કોઈ ચાલાક તીરંદાજ મળી આવે તો તેને નિહાલ પણ કરી દેતા. દૂર ઊંચા વૃક્ષ ઉપર એક પક્ષીનું નિશાન મૂક્વામાં આવ્યું હતું. એ નિશાન ગોળ-ગોળ ફરતું હતું. આંખો બંધ કરી એની આંખને વીંધવાની શરત હતી. તીરંદાજો તીરક્માન સાથે આવવા લાગ્યા ને મહેનત કરવા લાગ્યા, પણ નિશાન દૂરનું દૂર રહ્યું. એને કોઈ વીંધી ન શક્યું. જેટલી હોંશથી સહુ આગળ આવ્યા હતા, તેટલી શરમથી સૌ પાછા ફર્યા ! મહારાજા મલકાતા-મલકાતા એ જોઈ રહ્યા હતા. મૂછે ત્રણ-ત્રણ લીંબુ લટકાવે એવા બહાદુર પટ્ટણી સરદારો મેદાન પર આવ્યા. એ પણ નિરાશ થઈ પાછા ર્યા. સામંતો પણ કંઈ કરી ન શક્યા. મહારાજાએ સહુ તરફ નજર કરતાં કહ્યું : “શું ચાપવિદ્યામાં પાટણવાસીઓનું પાણી ગયું ?” તેજી ઘોડાને ચાબુક ન જોઈએ. એને વળ ઇશારો જ બસ છે. ઉપરના શબ્દો સાંભળી એક યુવાન એક્દમ ઊઠ્યો ને મહારાજાની સામે આવીને ઊભો રહ્યો. એના ખભા ઢાલ જેવા પહોળા હતા, ને બાહુ ભોગળ જેવા લાંબા હતા. આંખોમાં વીજળીઓ રમતી હતી. એ બોલ્યો : “મારી માએ બહુ જાહેરમાં આવવાની ના પાડી છે. પણ ગુજરાતી વીરોની શાન રાખવા આવ્યો છું. આજ્ઞા હોય તો સેવક તૈયાર છે. પાટણનાં પાણી કેવાં છે, એ આજે બતાવી દેવું છે.” બધા મૂછમાં હસવા લાગ્યા. સરદારોને લાગ્યું કે આ કોઈ શેખીખોર યુવાન છે. “યુવાન ! હોંશ પૂરી કરી શકો છો. દરેક પ્રજાજનને પરાક્ર્મ બતાવવાની વીરોત્સવ ૨ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106