Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ ! એ જમાનો ભારતની વૈભવભરી ભૂમિ હતી. એ ભૂમિ પર ગિજનીના સુલતાન મહમૂદના અરબી ઘોડાઓના દાબડા પંદર-પંદર વખત ગાજી ગયા હતા. એ વખતે ભારત બીજા દેશો માટે કામધેનુ સમાન હતો. એક-એકચડાઈમાં અરબી ઊંટોની પીઠ ઝૂકી જાય તેટલાં મણિમુક્તા અને સોનુંરૂપે લઈ જવા છતાં ભારતનો વૈભવ ઓછો થયો ન હતો. અને એ જોઈને જ પરદેશીઓ ફરીથી, બરછી, તીર, કૃપાણ ને કટારીઓ સજ્જ કરી રહ્યા હતા. હજી તો યુદ્ધનો થાક ઊતર્યો નહોતો, ને સોળમી વાર કેવળ ધનને ખાતર જ સુલતાન મહમ્મદ સૈનિકોને સજ્જ કરી આવી રહ્યો હતો. આ સોળમી વારની રણભેરીઓ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ગાજવાની હતી. આ સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાટણ(અણહિલપુર)ના રાજાઓની હાક વાગતી. પાટણને વચ્ચે સૈક તો બે જ પસાર થયા હતા; છતાં અજરંગની કેટકેટલીયે અટપટી રમતો રમાઈ ગઈ હતી. પાટણના સ્થાપક વીરસરી વનરાજ ચાવડા એકસો દશ વર્ષની વૃદ્ધ વયે ૫૦ વર્ષ રાજ્ય ભોગવી આરામગાહમાં પોઢી ગયા હતા. ૯ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106