Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ વીરમતી જે કંઈ પોતાની સાથે લાવી હતી તે બધું ભાઈને સોંપ્યું હતું. પણ કમાણી વિનાનું ધન કેટલા દિવસ નભે ? વીરમતીએ આપેલા ધનમાંથી બધાંનો ગુજારો કરતાં ધીમે-ધીમે તે ઘટવા લાગ્યું. વીરમતીના મગજ પર ફરી પાછી મોટી ચિતા સવાર થઈ. જે બાળકોને તેણે પાણીની જગાએ દૂધ આપેલાં ને પૂરા લાડકોડમાં ઉછેરેલાં તેમનું હવે શું થશે, એ વિચાર તેને બહુ દુ:ખ દેવા લાગ્યો. વિમળ અને નેઢ રમતના બહુ શોખીન હતા. તેમણે થોડા વખતમાં તો આ ગામમાં અનેક મિત્રો કર્યા અને તેમની સાથે અનેક જાતની મર્દાનગીની રમતો રમવા લાગ્યા. જંગલના નિારે આવેલા આ ગામના કુમારો તીર ચલાવવામાં એક્કા હતા. તેમની પાસેથી આ ભાઈઓએ ટૂંક સમયમાં તીર ચલાવવાનું બહુ સારું જ્ઞાન મેળવી લીધું. એમાંય વિમળને તો એ બાબતનો બહુ શોખ લાગ્યો. ઘણી વખત સવારમાં જ ખભે બાણ અને તીરનું ભાથું ભરાવી મિત્રો સાથે તે નદીનાં કોતરોમાં કે જંગલોમાં નીક્ળી પડે, અને ધાર્યું નિશાન તોડી પાડે. થોડા મહિનામાં આ બંને ભાઈઓ ગામની આજુબાજુનાં બધાં કોતર અને જંગલના ભોમિયા થઈ ગયા; ગાય-ભેંસનાં ઘી-દૂધ તથા ખુલ્લી હવાથી શરીરે પણ બહુ મજબૂત બન્યા. પરંતુ વીરમતીના હૃદયમાંથી પેલી ચિંતા ખસતી ન હતી. એક દિવસ તેણે બંને ભાઈઓને પોતાની પાસે બેસાડીને કહ્યું : “જુઓ, હમણાં આપણે પાટણ જવાનું નથી, અહીં જ રહેવાનું છે. તમે હવે ઉંમરલાયક થયા ગણાઓ. આખો દિવસ જંગલમાં ર્યા કરો તે ઠીક નહિ. હવે તો મામાને ક્રમમાં કાંઈક મદદ કરો.” બીજા જ દિવસથી બંને ભાઈઓ મામાનાં ઢોર ચરાવવાનું તથા ખેતરનું ક્રમ કરવા લાગ્યા. ખુલ્લી કુદરતની એમને ોસ્તી થઈ. સૂરજે એમને તેજ આપ્યાં. ચાંદાએ એમને શીતળતા આપી. હવાએ એમને ખડતલ બનાવ્યા. કિશોર વય વીતી ગઈ. જુવાની આવીને દરવાજે ઊભી. બંને જણાના દેહમાં લોહી ચટકા ભરવા લાગ્યાં; વગર હથિયારે વાધ-વરુ સાથે લડવાના મનોરથ જાગવા લાગ્યા. ૧૨ ૭ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106