Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 85
________________ ઢોલ વાગે છે. શંખ ગાજે છે. ઝાલર રણઝણે છે. માની આરતી ઊતરે છે. ભક્તો જય જય પોકારે છે. ને ફરી સ્થાનક નિર્જન બની જાય છે. સહુ ચાલ્યા જાય છે, પણ હજીય પેલો સાધક બેઠો જ રહે છે. એને ઊભા થવાનું નથી, ક્યાંય જવાનું નથી. ઉગ્ર એનું તપ છે. અટલ એનો નિશ્ચય છે. દૃઢ એની પ્રતિજ્ઞા છે. એ વારે-વારે એક જ વાત કહે છે : “મા ! આજ જવાબ લીધા વિના નહિ ઊઠું. મેં તારામાં ભરોસો કર્યો છે. તારા ભરોસા પર ભવસાગરમાં મારી નાવ છૂટી મૂકી છે ! મેં ઘર મૂક્યાં છે, બાર મૂક્યાં છે, રાજ મૂક્યાં છે, પાટ મૂક્યાં છે; સાધનાની પાછળ સર્વ કંઈ સમર્પણ કર્યું છે. મા ! બોલ, જવાબ દે - હા કે ના.” ભક્તની સાધના અજોડ છે, પણ માનું મૌન પણ અજબ છે. વાઘની સવારી કરીને મા બેઠાં છે. મોં પર મલકાટ છે. પરવાળા જેવા હોઠ ઊઘડું-ઊઘડું થાય છે, ને ઊઘડતા નથી. “અરે મા ! ભક્તને આટલો તલસાવે કાં ? તળાવે લાવીને તરસ્યો રાખે કાં ? મા ! બે વાત માગવા આવ્યો છું : એક તો કુળ-ઉજાગર દીકરો, અને બીજું ભવ-ઉજાગ૨ તીર્થ ! દેરાં દિવસે બાંધું છું, ને સૂતરના દડાની જેમ રાતે ઊક્લી જાય છે ! આમ કં ? શું મારી તારામાં સુરતા ખોટી ? શું મારી સર્વ સાધના જૂઠી ? હે મહાશક્તિ ! જવાબ દે ! દેરાં તો પ્રભુની પરબ‚ અને તું તો સાચની સંગાથી. તારે વળી વહાલાં-દવલાં કેવાં ? મા એ મા. એના પ્રેમને અવધિ જ નહિ !” સાધક આટલું હી માના સિંહાસન પર મીટ માંડીને બેસે છે. એ ફરી-ફરી જવાબ માગે છે; જવાબ લીધા વગર આજે કોણ જવાનું છે ? મા પણ ભારે મીંઢી છે. એ મીઠું-મીઠું મલકે છે, પણ બોલતી કંઈ નથી. એની ટીલડિયાળી ચૂંદડીના છેડાઓ હવામાં ફરકે છે, અને આકાશના પટ પર તારલાઓ ટમટમે છે. પણ બંને મૌન છે ! “મા ! હું ધ્યાધર્મનો પાળનારો. મને એક પૂજારીએ ક્યું કે કોઈ વ્યંતર દેવ નડે છે. બકરાનું બલિદાન દે, તૃપ્ત થશે, ને તારું કામ પાર પડશે. મેં ના પાડી. બલિ આપું તો મારા દેહનો. બાકી બીજા જીવને વગર વાંકે અડવાનું પણ કેવું ? મા ! મને જવાબ દે, બધા ખુલાસા દે. શું સાગર તરીને મારે કાંઠે ડૂબવાનું ? મારી સાધનામાં કોઈ એબ ? કોઈ ખામી ?” અને સાધકે જોરથી માનો નામોચ્ચાર ર્યો. એ શબ્દ પણ શક્તિશાળી હતો. ૭૦ ♦ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106