Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 94
________________ કિર્તિધર સાથે વિચાર-પરામર્શ કરે, ઘડીકમાં બીજા શિલ્પીઓને સલાહ આપે, ઘડીકમાં ધર્મકથાઓ સંભળાવે. ગુજરાતનો દંડનાયક અહીં એક સામાન્ય માનવી બની ગયો હતો. દેશ-દેશથી લોકે જોવા માટે ઊમટ્યાં, અને જોઈ-જોઈને આશ્ચર્યમાં મસ્તક નમાવવા લાગ્યાં. નવા તૈયાર થયેલા મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી. આ વખતે વિમળશાહે કહ્યું : ભાઈ શિલ્પીઓ! આ મૂર્તિ અહીં જ રહેવા દો. તમે જાણો જ છો કે માતા અંબાએ સ્વપ્નમાં આવીને સૂચિત કર્યું કે “વિમલ ! ચંપાના વૃક્ષ નીચે ખોજે. ત્યાંથી એક પ્રતિમા તને લાધશે. એ પ્રતિમા તારુંલ્યાણ કરશે.” એ મૂર્તિ ચોથા આરાની (લગભગ ૨૪૬૦ વર્ષ પહેલાંની) છે. હવે થાપ્યાં ઉથાપવાં નથી. મૂળ મંદિર માટે મેં ધાતુની રમણીય મૂર્તિ નવી તૈયાર કરાવી છે.” ભલે, જેવી આપની ઇચ્છા !' ને શિલ્પીઓ ભૂમિમાંથી મળેલાં પ્રતિમાજીને ત્યાં રાખી આગળ કામે લાગ્યા. ભગવાનના સમવસરણની રચના થઈ રહી. આચાર્ય ધર્મઘોષસૂરિએ કહ્યું : સમવસરણ એટલે ભગવાન જેમાં બેસી ઉપદેશ આપે એ વિશાળ વ્યાખ્યાનશાળા. દેવો એને બનાવે. એને ત્રણ ગઢ અને બાર દરવાજા હોય. એમાં ખૂબી એ છે કે ભગવાન બોલે એક ભાષામાં ને સહુએ ઉપદેશ સાંભળે પોતપોતાની ભાષામાં.” શિલ્પીઓએ અજોડ સમવસરણ ઉતાર્યું. અને અંબિકાદેવીની પ્રતિમા સાથે યક્ષમૂર્તિ, ક્ષેત્રપાલ મૂર્તિ ને ઇંદ્રમૂર્તિને પણ ન ભૂલતા. આમાં તો ઝાઝા હાથ ને ઝાઝાં મન રળિયામણાં બન્યાં છે.” ભગવાનની મૂર્તિઓ અને પટો બનાવી રહેલા શિલ્પીઓને વિમળશાહે સૂચના કરી. “અને આ યંત્ર પણ અહીં ચીતરજો.” શ્રીદેવીએ કહ્યું. “શ્રીદેવી, આચાર્યદેવને તો કેમ ભુલાય ? એમની મૂર્તિનું નિર્માણ કરાવીશું જ.” “અને લક્ષ્મીદેવીને પણ.” “હા. એની કૃપા પણ મોટી વાત છે.” “અને દેવી સરસ્વતી વગર લક્ષ્મી શોભે ક્યાંથી ? ધન સુકૃતમાં ખર્ચવાનો માર્ગ જીવંત સરસ્વતી જેવા આચાર્યશ્રીએ જ આપણને બતાવ્યો ને ? શ્રીદેવીએ કહ્યું. આરસને આત્મા મળ્યો ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106