Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 105
________________ છે, જ્યારે કર્તવ્યની સિદ્ધિવાળું ટૂંકું જીવન પણ રસભર્યું છે. આરાસણ અથવા કુંભારિયાનાં દેરાં પણ કલાપ્રિય વિમળશાહે જ બનાવ્યાં. આવો કળાનો અમૂલ્ય વારસો આપનાર આ નરવીરનો દેહ ક્યારે પડ્યો, તેની ઇતિહાસના પાને કોઈ નોંધ નથી; પરંતુ વિમળશાહ અને શ્રીદેવી મૃત્યુ પામવા છતાં કલાની કૃતિઓથી સભર ધર્મમંદિરોના રચનાર તરીકે આજે પણ અમર છે. દેલવાડાનાં દેરાં નીરખનાર જગતભરના યાત્રીઓ, એ મહાપુરુષને આજે પણ ભક્તિભાવભરી અંજલિ અર્પે છે. જીવ્યું એનું સફ્ળ છે. મરવું એનું સફ્ળ છે. અમર તું મરણે રે ! ૯૦ × મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106