Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 104
________________ અર્બુદગિરિ પર સુંદર દેવકુલપાટક (દેલવાડા) સરજાઈ ગયું છે. પૃથ્વી પર જાણે સ્વર્ગનાં વિમાનો આવીને બેઠાં છે. જાણે ઇંદ્રનો દરબાર ભરાયો છે. દેવદેવીઓ ને કિન્નર-ગાંધર્વો નૃત્ય, ગીત ને વાદન કરે છે. ક્યાંક પૂજા છે. ક્યાંક ઘન છે. ક્યાંક ગીત છે. ક્યાંક ભોજન છે. ધર્મમય વાતાવરણ છે. સંસારની લૂષિતતા અહીં દ્વારે પણ ડોકતી નથી. ધીરે-ધીરે વિમળશાહે રાજકીય સંબંધો તજી દીધા છે. ખટપટોમાં એમને રસ નથી. બ્રેઈના ષમાં એમને ભાવ નથી. સવી જીવ કરું શાસનરસી, એ જ ભાવના હૈયે ઉલ્લસે છે ! સત્ય, અહિંસા, ક્ષમા, શૌર્ય ને દાન-આ ભાવોમાં એ સદા રમ્યા કરે છે. આ પ્રેમભાવનાનો પહેલો પડઘો પરમાર રાજા ધંધુકરાજના દિલમાં પડે છે. એ વિમળશાહનાં કાર્યોમાં ઉત્તેજન આપ્યા કરે છે. પાટણથી હવે પ્રેમભર્યા આમંત્રણ આવે છે ! વિમળશાહના મનમાં જરાય દુ:ખ નથી. સંસારમાં જો સદ્ય સુખ-શાંતિ હોય તો ભાવ, ભક્તિ અને વૈરાગ્યને કણ ઓળખે ? આજ શત્રુ એ કાલે મિત્ર, આજે મિત્ર એ કાલે શત્રુ-સંસારની આ રીત છે. માણસે બને તેટલા “જળ-કમળ' બનવું. એ માથાના વાઢનારનેય “ક્ષમા વીરસ્ય ભૂષણમ્' ના સિદ્ધાંતે માફ કરવાની ચાહના રાખે છે. દેવની ભક્તિ, દુખિયાની સેવા અને વતભર્યું જીવન એ એમને મન સર્વસ્વ છે ! જળકમળની જેમ પતિ-પત્ની બંને જીવે છે. સાધુવેશ સ્વીકાર્યો નથી, પણ ભાવસાધુ જરૂર બન્યાં છે. બંને વિશ્વનાં માનવી બન્યાં છે. આબુનાં દેરાંની પતાક એમને પોતાની જયપતાક સમી લાગે છે. એ મંદિરમાંથી આવતા ઘંટના નિનાદ ને આરતીના સ્વરો મનને ખૂબ શાંતિ આપે છે. શ્રીદેવી અતિથિશાળા સંભાળે છે. કેઈ ભૂખ્યો-દુખો આંગણેથી પાછો જાય નહિ. યાત્રીઓને આવકર, એ જીવનનો આદર્શ બન્યો છે. ધારેલાં કાર્યોની જીવનમાં સિદ્ધિ થાય, એ પછી જીવન કે મૃત્યુનો વધારે અર્થ છે જ નહિ. કશી પણ કર્યસાધના વગરનું હજાર વર્ષનું જીવન પણ નામું જીવનસંધ્યા ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106