Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 97
________________ ૧૯ ઘર કોનું ? યશ અને અપયશ જેની જબાન પર બંધાયો છે, એ ભાટના સમુદાયમાં એક દહાડો વાતમાં વાત નીક્ળી. એક જણાએ કહ્યું : “અરે ! દાતાર તો દુનિયામાં વિમળશાહ, બાકી બધી વાતો. ભાટોએ પૂછ્યું, “એ વિમલ વળી કોણ છે ? “ગુજરાતનો મંત્રી છે. વિમળ એનું નામ છે. જ્ઞાતે પોરવાડ છે. મૂળ શ્રીમાલનો રહેવાસી છે. એના બાપદ્મા ગુજરાતના ગાંભુ ગામે જઈને વસ્યા હતા. પરાક્ર્મ કરી, એ પાટણનો મંત્રી બન્યો; પાટણથી આવી આબુમાં વસ્યો છે. આ પ્રદેશનો એ દંડનાયક છે. પરમાર રાજાને એણે વશ કર્યો છે. ડહાપણમાં એ હાથી જેવો ને પરાક્ર્મમાં સિંહ જેવો છે. દેશના દુશ્મનોને એણે સૂતા માર્યા છે. પણ એ માત્ર લડવૈયો નથી, એ કલાકાર પણ છેઃ ઘડતર અને ચણતરમાં હોશિયાર છે.” “વાહ ભાઈ વાહ. આગળ એની તારીફ ?” ભાટોએ પૂછ્યું. “એણે આબુની તળેટીમાં નમૂનેદર નગર બાંધ્યું છે. ચંદ્રની ચાંદની જેવી એ ઊજળી નગરીનું નામ ચંદ્રાવતી રાખ્યું છે. ચંદ્રાવતી નગરીને જે જુએ એ ૮૨ * મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106