Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
ગબ્બરના ડુંગરાએ એનો પડઘો પાડ્યો. વાઘની ડણક સંભળાઈ. કોઈ અઘોરીની ત્રાડ સંભળાઈ.
જય અંબે ! જય અંબે ! આખું વાતાવરણ નાદથી છલકાઈ ગયું. બુઝાયેલા દીવા એકાએક ઝળહળી ઊઠ્યા. શાંત થયેલી ઝાલો ફરી રણઝણી ઊઠી. ચિત્રમાં આલેખેલો સવારીનો વાઘ સળવળી ઊઠ્યો.
પાતાળના પેટાળમાંથી અવાજ આવતો હોય એમ અવાજ આવ્યો. ઘોર અવાજ ! જાણે કાળનગારા પર દાંડી પડી.
“તુષ્ટમાન છું. વર માગ ! વિમળ ! મારા ભક્ત !”
હવામાં ચંપાની સુગંધ વહી રહી. પથ્થર માખણ જેવા પોચા લાગવા માંડ્યા. દિશાઓ એક જ નાદથી ગુંજવા લાગી.
સાધક વિમલ ઊભો થઈ ગયો ને બોલ્યો :
“મા ! અર્બુદ પર્વત પર અમર દેવપ્રાસાદ ખડા કરવાની અને પાછળ ઘરસૂત્ર ચાલુ રાખે તેવા પુત્રની યાચના કરું છું. વિમળ જેવો મહાયોદ્ધો આજ તારી પાસે બે હાથ જોડીને અને મસ્તક નમાવીને એ માગે છે.”
વિમળની માગણી સામે પળવારનું મૌન પથરાયું. થોડી વારે ફરી ઝાલર રણઝણતી હોય, ધીમા શંખ ગાજતા હોય, રૂપેરી નૂપુરનો રવ સંભળાતો હોય, એમ દિગન્તમાંથી આવતો હોય તેવો અવાજ આવ્યો.
“નિર્માણ મિથ્યા ન થાય વિમળ ! બે વરનું ભાગ્ય તારું નથી. કાં પ્રાસાદ માગ, કાં પુત્ર માગ. સારું તે તારું.”
“મા ! મને બંને ખપે. કોઈ ઉપાય ?”
“ના, કોઈ નહિ.”
“મા ! તો થોડી મુદત માગું છું. મારી પત્નીને લઈને આવું છું. એની સલાહ જરૂરી છે.”
“સુખેથી જા ! આવીને સાત અવાજ આપજે મારા નામનાં સાત શ્રીફ્ળ વધેરજે. સાતમા શ્રીફ્ળ હું હાજર થઈશ અને તું માગીશ એ વર આપીશ. નિઃશંક રહેજે. તારી સાધના પર પ્રસન્ન છું.”
સાધક વિમળશાહ સાધનામાંથી ખડો થયો. એણે સાધનો વેશ તજી દીધો, પોતાનો પોશાક સજ્યો.
માતા અંબાની મૂર્તિ પર રહેલા સિંદૂરનું તિલક કરી એ નીચે ઊતરી ગયો. ગબ્બરનો ડુંગર એકલવાયો બની ગયો.
*
*
Jain Education International
For Private & Personal Use Only
દેરાં કે દીકરા ? * ૭૧
www.jainelibrary.org

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106