Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 87
________________ ત્રીજા દિવસની સંધ્યા નમવાની સાથે બે ઘોડેસવારો આબુના ડુંગર પરથી ઊતરી આવતા દેખાયા. બંને નમણા હતા. જોવામાં નેત્રોને આનંદ આપે તેવા હતા. રૂપ-છટામાં બેમાં કોને વખાણીએ-એ પ્રશ્ન થતો. પુરુષ પડછંદ હતો. એના કપાળમાં કેસરિયું તિલક હતું. એના પગમાં ઊંચી જાતની મોજડી હતી. ચીનમાં બનેલી સાટીનની સુરવાલ અને જરી ભરેલું અંગરખું એણે પહેર્યા હતાં. એના પગમાં મોટો સોનાનો તોડો હતો; કંઠમાં બોર બોર જેવડાં નીલમની માળા હતી; હાથમાં વીજકંકણ ને કાનમાં લેકરવાં શોભતાં હતાં. કમર પર સિરોહી સમશેર હતી. પણ સમશેર કરતાંય વધારે તેજભરી એની આંખો હતી. એ મંત્રીશ્વર વિમળ હતો. આબુની તળેટીમાં વસેલી ચંદ્રાવતીને એણે શણગારી હતી; ને હવે આ પર્વતને એ શણગારવા માગતો હતો. કલાપ્રેમી આત્મા હતો. દરેક વસ્તુમાં કલા ઉતારવાની આદતવાળો હતો. ગુજરાતનો એ દંડનાયક હતો. એની સાથેનો બીજો અશ્વારોહી એનાથી ઊલટી પ્રકૃતિનો લાગતો હતો. આ સવાર કઠોર લાગતો, તો બીજો બેમળ લાગતો. આ જરાક શ્યામ લાગતો તો પેલો ઊઘડતા ચંપાના વર્ણ જેવો ગૌર હતો. બીજા અસવારનું મોં ખરેખર રૂપાળું હતું. એ બોલતો ને ગાલમાં ગલ પડતા. એની આંખો ખંજન જેમ ચપળ હતી. નાથ ! ડુંગર ઊતરવાનો શ્રમ અપર્વ છે. જ આ વાવમાં હાથ-પગ ધોઈએ ને જળ પીઈએ. કેવી સુંદર વાવ છે !” બોલનાર સ્ત્રી લાગી. પોશાક પુરુષનો પહેરેલો હતો. “શ્રીદેવી ! મારું મન પણ જરા વિસામો લેવાનું છે. મા પાસે પહોંચવા માટે આપણી પાસે હજી પૂરતો સમય છે.” વિમળશાહ અને શ્રીદેવી ઘોડેથી નીચે ઊતર્યા. સંધ્યાનો સૂરજ નમતો હતો. વાપીના જળમાં ચાંચ બોળીને મોર બહાર આવતા હતા. દેવ-દેવીની કલ્પના જગવે તેવાં વિમળશાહ ને શ્રીદેવી વાવનાં પગથિયાં ઊતરવા લાગ્યાં. પાણી બિલોરી કાચ જેવું તગતગતું હતું. ૭૨ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106