Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 88
________________ પતિ-પત્ની પોતાની છબી એમાં નિહાળી રહ્યાં : વિધાતાએ શું અજબ જોડું સરક્યું છે ! પતિ પાણી લેવા વાંકો વળ્યો. સાથે અનુચરો હતા, સોનાના પ્યાલા પણ હતા, પણ એ પ્યાલાનું પાણી અને આ હસ્તસંપુટનું પાણી કંઈ સરખું થોડું કહેવાય ? એ પરવાળા જેવા હોઠ હાથ પર મંડાય; નર પાય ને નારી પીવે, એ સુખની તો દેવતાઓને પણ અદેખાઈ આવે. વિમળશાહે સ્વચ્છ જળથી છલકાતો હસ્તસંપુટ જેવો શ્રીદેવીના મુખ આગળ ધર્યો, ને એ રૂપભરી સ્ત્રીએ જોવા પોતાના લાલચટક હોઠ એ પીવા લંબાવ્યા કે ચીસ પાડતો એક છોકરો ત્યાં દોડતો આવ્યો ! એણે પુરુષના હાથનો ખોબો ઢોળી નાખ્યો-જાણે હોઠે આણેલું અમૃત કોઈ દાનવે રોળીટોળી નાખ્યું ! પુરુષનો હાથ આ બેઅદબ માણસને સજા કરવા કમર પર ગયો, પણ પાછા વળીને જોયું તો બાર-પંદર વર્ષનો છોકો ! છોકરો ! બાળક! નોંધારાનો આધાર ! થેઈનો લાડકવાયો ! અરે, બચ્ચા સાથે તે કંઈ બાથ ભિડાય ? “કોણ છે તું ?” વિમળશાહે પૂછયું. “આ વાવ બંધાવનારના દીકરાનો ધરો ” પેલા છોકરાએ ગર્વભેર જવાબ આપ્યો. વિમળશાહે એના ચહેરા પર નજર નાખી : સાવ કંગાલ ચહેરે ! લાલચ આંખો; આંખોમાં પીઆ; ને હોઠ સાવ કળા ! અરે, આ અપૂર્વ વાવ બંધાવનારનો આ વારસ ! તું અહીં શું કરે છે ?” વિમળશાહે પૂછ્યું. “વાવના પાણીનો પૈસો ઉઘરાવું છું.” “ને પૈસો ન આપે તેને ?...” વિમળશાહે પ્રશ્ન કર્યો. “એને ધક્કે મારું છું - અહીંથી! પૈસો આપ્યા પહેલાં પગથિયું જોવાનું કેવું? એ તો હું ભાંગ છણતો હતો પેલા બાવાજી માટે.” “બાવાજીએ પાણીનો પૈસો આપ્યો હતો ?” , “ન આપે તો શું ધૂડ પીવે ? ભીખ માગીને પૈસો લાવ્યા ત્યારે પાણી પીવા દધું.” “એ ભીખનો પૈસો તેં લીધો ?” દેરાં કે દીકરા? ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106