Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 84
________________ ૧૭ દેરાં કે દીકરા ? આાસુરના ડુંગરા ડોલે છે. વનમાં વાઘ બોલે છે. ‘જય અંબે ! જય જગદંબે !’ ના નાદથી ગુફાઓ ગાજે છે. મા અંબાના ધામમાં એક માણસ બેઠો છે. પડછંદ એની કાયા છે. વિશાળ એની છાયા છે. મોં પર ભારે તેજ છે. ત્રણ-ત્રણ દિવસથી બેઠો છે. ખાધું નથી. પીધું નથી. વ્રત લઈને બેઠો છે. ભારે આત્મશ્રદ્ધાવાન પુરુષ છે. એને હૈયે એક જ વાત છે : “મા બોલે તો હા, નહિ તો ના ! “મા હોંકારો ભણે તો હા, નહિ તો ના ! “આજ માનો જવાબ લીધા વિના ઊભા થવાનું નથી. સાધના સફ્ળ થાય કાં મોત મળે !” રાત ઘનઘોર વીતે છે. દિવસ ભયંકર જાય છે. અને એથીય ભયંકર વીતે છે સમીસાંજ ! માનું આરતી ટાણું થયું છે. ધૂપ એ વખતે ખૂણેખૂણાને સુગંધથી ભરી દે છે. શત-શત દવડાઓ ઝાકમઝોળ બને છે. Jain Education International For Private & Personal Use Only દેરાં કે દીકરા ? * ૬૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106