Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 82
________________ પહાડ પર ઠેર-ઠેર સિરિયા ભડક થઈને ઓલવાઈ જવા લાગ્યા. ખોપરીઓના દડા ને હાડકની ગેડી લઈને ઈ રમતું હોય તેમ લાગ્યું. વિમળશાહે મોટે અવાજે દેવને નોતરું આપતાં કહ્યું : “હે દેવ ! આ બાકળા લો ને સંતુષ્ટ થાઓ, અને મારે જગપ્રસિદ્ધ મંદિરો સરજવાં છે, એમાં સહાયભૂત થાઓ !” થોડી વારમાં કંઈ ખડખડાટ હસતું લાગ્યું. પછી તાળીઓ પાડતું લાગ્યું ને પછી અંધકારમાંથી બે લાંબા-લાંબા હાથ લંબાયા. અવાજ આવ્યો, ‘લાવ ! લાવ” એ હાથ લોહીથી રંગાયેલા હતા, અને એના નખ પાવડા જેવા લાંબા હતા. વિમળશાહે મેવા-મીઠાઈ ને અડદના બાકળા ધર્યાં. હાથ પાછા ખેંચાયા. અને ફરી અવાજ આવ્યો : રે વણિક ! મને આ ન ખપે.” “તો શું ખપે ?” વિમળશાહે પૂછ્યું. “મને તો મઘ અને માંસ ખપે.” “હું અહિંસાધર્મી !” “તે તને એ ખાવાનું ક્યાં ક્યું છું ?” “ખાવું-ખવરાવવું ને અનુમોદવું ત્રણેમાં અહિંસાધર્મી પાપ માને છે. કંઈ બીજું માગો, દેવ !” . “મને બીજું કંઈ ન ખપે.” અંધકારમાં ભયંકર અવાજ ગાજ્યો. ઢીલોપોચો ત્યાં ને ત્યાં ઢળી પડે. પણ નીડર વિમળશાહના રૂંવાડામાંય ભય નહોતો. હું બીજું કંઈ આપી શકું નહિ.” વિમળશાહે દૃઢ જવાબ આપ્યો. “મેવામીઠાઈને ફળ-ફૂલ મનમાન્યાં માગો, દેવતા !” મને તો મદ્ય-માંસ જ ખપે. તારે દેરાંનો ખપ હોય તો મને એનો ભોગ ધરાવ.” વિમળશાહે ટટ્ટર થઈને, તલવાર પર હાથ મૂકતાં કહ્યું : “ન ભૂતો ન ભવિષ્યતિ - એ કદી બનશે નહિ.” “તો તારો ભોગ લઈશ. તારા માંસની મિજબાની ઉડાવીશ. તૈયાર !” એકદમ એ બે હાથમાં તલવાર ચમકી રહી. વિમળશાહે તલવાર કાઢી અને પરીક્ષા જ ક૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106