Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 83
________________ સામે યુદ્ધ આદર્યું. રે દેવ ! તું ગમે તે હો, હું તારાથી ડરતો નથી. હું વિતરાગ દેવનો ઉપાસક ને મા અંબાજીનો ભક્ત છું.” સામસામી તલવારબાજી ચાલી રહી. ઘોર અંધકારમાં જાણે વીજળીઓ ભટાઈ રહી. પણ દેવ કરતાં માનવી કમજોર નહોતો. દેવ સ્વાર્થી હતો; માનવી પરમાર્થી હતો. ભયંકર અવાજો થવા લાગ્યા. મધરાતે આખો ડુંગર હાલવા લાગ્યો. પંખીઓ બીને માળામાંથી ઊડવા લાગ્યાં. ઘુવડો ડરથી બોલતાં બંધ થઈ ગયાં. તલવારબાજી બરાબર ચાલી રહી; જીવસટોસટનો ખેલ હતો; પણ વિમળશાહ અનેક સમરાંગણોના અનુભવી હતા. વળી, જો દેવ જિતાય નહિ ને દેરાં બંધાય નહિ તો જીવવું મરવા બરાબર હતું. જીવનનું હવે એકમાત્ર ધ્યેય સંસારને રાગ-દ્વેષમાંથી તારનાર મહાપ્રભુજીનાં ભવતારણ દેરાં બાંધવાનું હતું. થોડી વારે એકાએક યુદ્ધ અટકી ગયું. વિમળશાહની સામે લડનાર હાથ તલવાર સાથે અદૃશ્ય થઈ ગયા. એક ભયંકર હાસ્ય દિશાઓને ધ્રુજાવી રહ્યું. વિમળશાહે કહ્યું : “રે મલિન આત્મા ! તું જે હોય તે હો, મને તારો ડર નથી. હું મારો ધર્મ કદ નહિ ચૂકું. ધર્મ ચૂકું તો પછી મારે જીવન એ મરણ સમાન છે. મારી સહાયમાં સદા મા અંબિકા ખડાં છે. આજે ને આજે હું માતા અંબિકની સાધનામાં બેસું છું. જોઉ છું, મા શું જવાબ આપે છે ? અને તારું કેટલું ચાલે છે ?” ને વિમળશાહે સામે બેઈને ન જોઈને પોતાની તલવાર મ્યાન કરી. થોડી વાર એમણે ચારે તરફ જોયું. જ્યાં પથ્થરો ને બાંધકામનો સામાન પડ્યો હતો, ત્યાં મોટી આગ લાગેલી દેખાઈ. પથ્થો કાષ્ઠની જેમ બળતા હતા. પથરા રસ થઈને ગળી જતા લાગ્યા. ચૂનો રેતી થઈને વેરાઈ જતો દેખાયો. કેરેલી પથ્થરની પૂતળીઓ સજીવન થઈને રાસ રમતી લાગી. રે અઘોરી તત્ત્વો, મલિન જીવાત્માઓ ! હું શુદ્ધ દેવનો અહિસક ઉપાસક છું. મારી સાધના શુદ્ધ છે, ને સંપૂર્ણ થશે.” વિમળશાહ જ્યારે પોતાના નિવાસસ્થાન તરફ પાછા ફર્યા, ત્યારે દૂર-દૂર ટેકરીઓ પાછળ સૂર્યોદય થતો હતો. ૯૮ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106