Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 63
________________ હતી. મેં ચંદ્રાવતીને નવી નગરી બનાવી. આરસની નગરી ! સ્વપ્નની નગરી ! દેવની અમરાપુરી ! “પણ મારો આત્મા હવે જુદાં ઉડ્ડયનો કરતો હતો. માચ સંતપ્ત મનને ધર્મવાદળીએ છાંટવાનો યત્ન આદર્યો. મેં શત્રુંજયનો સંઘ કાઢ્યો ! “યુદ્ધના સંઘ ઘણા રચ્યા, હવે શાંતિના સંઘ મને રુચ્યા. સંતાપવાળો મારો આત્મા ત્યાં સંતોષ પામ્યો. યાત્રામાં આપ મળ્યા. સત્સંગથી મન સુખિયું થયું. મનની ઘણી વાતો આજે કરી દીધી. હવે જીવનનું નવપ્રસ્થાન આદરવું છે.” વિમલ મંત્રીએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું. આચાર્યશ્રી વિમલ મંત્રીના ચહેા સામે જોઈ રહ્યા, જાણે શ્રાવણની જળભરી વાદળી જોઈ લો ! વિમલ મંત્રીએ વળી કહ્યું : “ગુરુદેવ ! આતમ નગરીમાં આગ લાગી છે. એને ઠારવા કંઈક કરો. ઘણું ઘણું પામીને જાણે હું સાવ ભિખારી થઈ ગયો છું. બધું ખાલી, ખાલી ને શૂન્યના સરવાળા જેવું લાગે છે. વિત્ત, અધિકાર એ બધું જ નિરર્થક ભાસે છે.” આચાર્યશ્રી સંતોષ અનુભવી રહ્યા. તેઓ મનભર અવાજે બોલ્યા : “રાજકારણની શેતરંજના ખેલાડીઓની રમત હંમેશાં અધૂરી રહે છે, ને અધૂરી રમતે જ એમને ઊઠવું પડે છે. રાજકારણ તો રેશમના કીડાના કોશેટા જેવું છે; એમાંથી કોઈ છૂટ્યો નથી. વ્રજળની કોટડીમાંથી રંગાયા વગર કોઈ બહાર નીક્ળ્યો નથી. એ તો એ ભ્રમણામાં રહે છે કે મારા વગર આ ગાડું કેમ ચાલે ? અને ખરેખરું આશ્ચર્ય તો એ વાતનું હોય છે, કે ગાડાના બળોને પણ એની મુખછબી અકારી થઈ પડી હોય છે ! ઘણા લોકો તો એને ગાડાની નીચે ચાલતો શેખીખોર તો જ માને છે ! જો કર્મ કરીને બહુ લાંબા ફ્ળની અપેક્ષા વગર રાજકારણી પુરુષો નિવૃત્ત થતા હોય, તો સુદીર્ઘ ધર્મકારણ પણ એની પાસે ઝાંખું લાગે !' આચાર્યશ્રી આટલું બોલીને મંત્રીશ્વરના મુખ સામે જોઈ રહ્યા. વિમલ મંત્રી જાણે હજી પણ તાપમાં શેકાતા હોય એમ બોલ્યા : “કીર્તિ અને વાહ વાહ શૂન્ય ભાસે છે. ગુરુદેવ ! ખરેખર, મારા શૂન્યનો સરવાળો કરું તો મેં અતિશય ઘોર કર્મ કર્યાં છે. હજારો કે લાખોની સંખ્યામાં મેં લોકોને ૪૮ ૭ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106