Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
અહીં સંધ્યાની નમતી હવામાં ચંપાનાં ફૂલ પરિમલ પ્રસારતાં. સવારે કેસૂડાંથી આખી ભૂમિ સુશોભિત બની જતી. ીક પૂજારીઓની ગાયો અહીં આવતી ને એમના ગળાની ઘંટડીઓ ગાજી રહેતી.
આજે વિમળશાહ આબુ ઉપર ચઢી રહ્યા હતા. શ્રીદેવી પણ સાથે હતી. પાછળ નોકરવર્ગ ધીરે-ધીરે ચાલ્યો આવતો હતો. જેઓ ી આટલું ચાલવાને ટેવાયેલાં નહોતાં, તે આજ ઉલ્લાસભેર તીર્થોદ્ધારના વિચારમાં ઝડપથી આગળ વધ્યે જતાં હતાં !
વિમળશાહને અહીં મંદિરો બાંધવાં હતાં, યુગ-યુગ સુધી ન ભુલાય તેવી કૃતિઓ સર્જવી હતી, પણ બધું ન્યાય અને નીતિને માર્ગે કરવું હતું. સત્તા કે અધિકારનો એમાં અંશ પણ ન આવવો જોઈએ.
પ્રથમ રાજઆજ્ઞા જોઈએ. માટે એમણે મહારાજા ભીમદેવની આજ્ઞા પણ મંગાવી હતી.
આ પછી અહીંના રાજા ધંધુકરાજની અનુમતિ ઇચ્છી હતી. ધંધુકરાજે એ સહર્ષ આપી હતી.
આ પછી વિવેકી વિમળશાહે પોતાના વડીલ ભાઈ મંત્રી નેઢની પણ એ માટે રજા માગી લીધી.
ગુર્જરપતિ સમજતા હતા કે વિમળશાહ કલારસિક છે. એ જે કરશે તે રાજ્યને શોભા આપનારું જ કરશે. એથી એમણે જોઈએ તેટલી જમીન લઈ લેવાની આજ્ઞા મોક્લી આપી.
સૌ ચઢતે પરિણામે આબુરાજનાં શિખરો ઉપર આવી પહોંચ્યાં. અહીં પંખીઓ મધુર ગાન ગાતાં હતાં, રસવાળી વેલો મંડપ રચતી હતી ને ફૂલછોડ પર ભમરા ગુંજારવ કરતા હતા.
સુંદર તીર્થ માટે સૃષ્ટિસૌંદર્ય અનિવાર્ય હતું. ખરેખર, મન મસ્ત બની મયૂરની જેમ નાચી ઊઠે તેવી આ ભૂમિ હતી. અહીંના સૂર્યાસ્ત ને સૂર્યોદય જોવા એ પણ અનુપમ લાવા સમાન હતું. આચાર્ય ધર્મઘોષસૂરિ પણ એ વખતે ત્યાં આવી ગયા હતા.
આબુ ઉપર રહેનાર બ્રાહ્મણવર્ગ અને પૂજારીવર્ગે આ ઉદ્ધારની વાત સાંભળી, ને તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
ઉદારતાની અવધિ : ૫૫
܀
www.jainelibrary.org

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106