Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 77
________________ થોડા વખતમાં વિમળશાહ પોતે ત્યાં આવીને હાજર થયા. રાજસત્તાનાં બધાં ચિહ્નો છોડીને એ સાવ સાદ વેશે આવ્યા હતા. “કીર્તિધરજી ! વિમળશાહ પોતે આવ્યા છે.” સરદારે વાત કરી. કિર્તિધરે તાકતાને વિમળશાહ તરફ જોયું અને એને આશ્ચર્ય થયું કે આ માણસમાં રાજસત્તાની ખુમારી કે વૈભવનું અભિમાન લેશ પણ નથી ! “કીર્તિધરજી ! હું વિનંતી કરવા આવ્યો છું. મારા સુક્તના દ્રવ્યને ઊજળું બનાવવા તમારે આવવું જ પડશે.” વિમળશાહે લાગણીભર્યા સ્વરે કહ્યું. “શાહ! મેં એક વખત ના પાડી દીધી, પછી લાંબી લપ શા માટે ?” મુખ ઉપર કંટાળો લાવતાં કિર્તિધરે કહ્યું. “કીર્તિધરજી ! હું તમને આટલે વર્ષે વિલાસભવનો બનાવવા માટે કહેવા ન આવું. મારે તો લોકલ્યાણ માટે પ્રભુનાં મંદિરો ચણાવવાં છે, તીર્થનું નિર્માણ કરવું છે, અને તે પણ પવિત્ર આબુના શિખર ઉપર-નિર્દોષ ભૂમિમાં.” વિમળશાહે પોતાની વાત શરૂ કરી. “શાહ ! ઘણા કારીગરો છે. લઈ જાઓ અને બનાવી લો.” “ના, કીર્તિધરજી, એમ ન બને ! મારે સૃષ્ટિ પર અજોડ કલાકૃતિ સર્જવી છે. જગતજનોના રાગ-દ્વેષ નીતરી જાય, એવી પ્રતિમાઓ સર્જવી છે. વર્ષો વિતે પણ મનુષ્ય જોતાં જ મુગ્ધ થઈ જાય તેવી સ્વર્ગીય કલા ઉતારવી છે.” ભાઈ ! રાજકીય માણસો ભારે ધમાલિયા ને ઉતાવળા હોય છે. એ તમારું કમ નહિ. એ કામ માટે અઢળક દ્રવ્ય જોઈએ. એની પાછળ દ્ગા થવાની તમન્ના જોઈએ. પૂરેપૂરું બનાવવાની ધીરજ જોઈએ. મલે તમારી ધીરજ ખૂટે ત્યારે મારું નામ જાય ને મારી કિર્તિ લજવાય.” ધર્તિધરે ખુમારીભર્યા અવાજે કહ્યું. પોતાની વાતમાં એ પ્રતાપશાળી દંડનાયકની હસ્તી પણ વિસરી ગયો હતો. કીર્તિધરજી, કહે તો બધો ખજાનો તમારી પાસે ઠાલવું. કહો તો બધું તમને સોંપી હું સાધુ થઈ જાઉં. પણ મારા મનની મુરાદ પૂરી કરે. “શાહ ! ખબર છે કે જ્યારે અમારી વેતરણી થશે ત્યારે પથ્થરના ભૂકની ભારોભાર ચાંદ્ય જોખવી પડશે ! એ વખતે મન લોભી તો નહિ થાય ને ?” આખર તો વણિકનું લોહી છે !” “કીર્તિધરજી ! નહિ થાય. વણિક વેપારમાં પાઈ પણ ન જવા દે, પણ કર મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106