Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 75
________________ સરઘરની નમ્રતાથી સૌ પીગળી ગયા. એક વૃદ્ધે કહ્યું : “સરારજી ! જુઓ, અમે એક માણસ બતાવીએ છીએ; પણ એની પાસે હા પડાવવી એ કઠિન કામ છે. જરાયે રોફ કે દાબ બતાવશો મા ! નહિ તો એ ચસક્લનું મગજ વધુ ચસકી જશે ને પછી આખો સોનાનો પહાડ આપશો કે એના ટુકડેટુકડા કરી નાખશો તોય હા નહિ ભણે !” વૃદ્ધ થોડી વાર થોભ્યો ને ગળું ખંખારી ફરી તેણે આગળ ચલાવ્યું : “ને સરાર સાહેબ ! શું કહું એની વાત ! એની ઉંમર તો મારાથી નાની છે, હો ! પણ ભગવાને એવી કકળા ને એવી હથોટી આપી છે કે જ્યાં એનો હાથ ફર્યો ત્યાં નિર્જીવ પથરા પણ બોલવા લાગે છે. એનું નામ કીર્તિધર અને પેલું પૂર્વ દિશામાં દેખાય છે એ એનું મકાન.” સરદાર આ વાત સાંભળી સ્તબ્ધ બની ગયો. લક્ષ્મી અને સત્તાની સામે બેપરવા રહેનાર માણસની વાત એ આજે જ સાંભળતો હતો. લક્ષ્મી ખાતર સારામાં સારા ગણાતા માણસોને પણ એણે નીચમાં નીચ કામ કરતા જોયા હતા. સત્તાની બીકથી નીતિ અને ધર્મને દૂર ફંગોળી દેનાર ઘણાયે નામી મર્દોને એણે નીરખ્યા હતા, પણ આ તો અજબ જેવો માણસ સાંભળ્યો ! સરદાર એ દિશા તરફ વળ્યો ને આવા કારીગરને જોવાની ઉતાવળમાં જલદી-જલદી એને ઘેર પહોંચ્યો. ઘરની પરસાળમાં કોઈ નહોતું. જોયું તો ઘરમાં પણ કંઈ રાચરચીલું ન હતું. “મહાશિલ્પી કીર્તિધરજી ઘરમાં છે કે ?” સરદારે બહારથી બૂમ મારી. “કોણ છો, ભાઈ ?” અંદરથી અવાજ આવ્યો ને ગામડિયું હાસ્ય કરતો કોઈ સામાન્ય કારીગર હોય તેવો માણસ બહાર આવ્યો. સરદારે ક્લ્પનાથી નક્કી કરી લીધું કે આ જ કીર્તિધર. એણે નમ્રતાથી કહ્યું : “હું મહારાજા ભીમદેવના સેનાપતિ વિમળશાહનો સરાર છું.” “પધારો.” કીર્તિધરે એક ીમતી પાથરણું બિછાવ્યું. સરઘરે જોયું કે પાથરણું બહુ કીમતી હતું, પણ સાચવણ વગર ચૂંથાઈ ગયું હતું. “કીર્તિધરજી ! આ પાથરણું ક્યાંનું છે ? બહુ કીમતી લાગે છે.” “મને પણ લાગે છે કે કીમતી હશે ! કોઈ રાજાએ ભેટ આપ્યું હતું.” મહત્ત્વ ૬૦ × મંત્રીશ્વર વિમલ tr Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106