Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 74
________________ સરદાર પોતાના મંડળ સાથે નજીક આવ્યો, ને સૌએ રામ રામ કરી સામસામું સ્વાગત કર્યું. “ભાઈઓ, મહારાજા ભીમદેવના સેનાધિપતિ અને ચંદ્રાવતીના દંડનાયક શ્રીમાન વિમળશાહ આબુ પહાડ ઉપર દેવાલયો બંધાવવા માગે છે, અને તે માટે એક કુશળ શિલ્પશાસ્ત્રીની જરૂર છે. હું એની શોધમાં આટલો પંથ ખેડી અહીં આવ્યો છું. તમે મને કોઈ કાબેલ શિલ્પશાસ્ત્રી બતાવશો ?” સરદારે બેસતાંબેસતાં ખૂબ વિનયથી કહ્યું. “સરાર સાહેબ ! અમે બધાય શિલ્પશાસ્ત્રીઓ છીએ. અમાસ આ હાથોએ જ દક્ષિણના મોટા-મોટા કિલ્લાઓ બાંધ્યા છે; તોપોનો મારો ચલાવો પણ એમાંથી એકેય કાંકરી ખરે નહિ. અરે ! આ હાથથી કેટલાય મહેલો અને વિહારભવનો બંધાયાં છે !” એક વૃદ્ધે અભિમાન સાથે વાત કરી. “તમારી વાત સાચી, પણ મારો સ્વામી તો નવખંડમાં નામના રહી જાય તેવાં મંદિરો બંધાવવા ઇચ્છે છે. એને તો દુનિયા માથે અજોડ સર્જન કરવાના કોડ છે. એ કોડ પૂરા કરે તેવો કોઈ કલાકાર એને ખપે છે !” બધા વિચારમાં પડ્યા. થોડી વારે આગેવાન જેવા માણસે કહ્યું : “જુઓ, એક વાત કહીએ છીએ. પણ .ના....ના.....અમારો જીવ ચાલતો નથી. તમારાં ક્રમ વખતસર કરી આપવાનાં હોય અને કારીગરને તો મનમોજ ઉપર બધો આધાર હોય ! બિચારા ગરીબ કલાકારને પેલી વ્હેવત મુજબ પૂત લેવા જતાં ખસમ ખોવાનો ઘાટ થાય. મહેનતની મહેનત જાય અને માથે રાજની ખક્ષ્મી ઊતરે એ નફામાં !” આ સાંભળી સરદારના મુખ ઉપર ચિતાની રેખાઓ તણાવા લાગી. એણે ખૂબ ભાવભીના શબ્દોમાં કહ્યું : “ભાઈઓ ! રાજનાં આ કામ નથી. ચિંતા ન કરશો. આ તો ધ્યાધર્મના પાળનારનું કામ છે. એને મનુષ્યને ગાળ દેવામાંય પાપ લાગે છે. અરે ભાઈ ! એના ઘરની સ્ત્રી તો સાક્ષાત દયા અને ઉદારતાનો અવતાર છે. પ્રસન્ન થાય તો આખો ભવ તારી દે ! જરાય ભય વગર મને એ કલાકારનું નામ ક્યો ! હું એને પગે પડીશ ને મનાવીશ. એનો વાળ વાંકો થાય તો માચે જાન આપીશ. હું જૂઠું બોલતો હોઉં તો મને સોમનાથ ભગવાનની આણ.” Jain Education International For Private & Personal Use Only અજોડ શિલ્પી ♦ ૫૯ www.jainelibrary:org.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106