Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 76
________________ વિનાની વાત હોય એમ કિર્તિધરે જવાબ આપ્યો. સરઘરને લાગ્યું કે આની સાથે મુદ્દાની વાત કરી લેવામાં જ સાર છે. એણે કહ્યું : “કર્તિધરજી ! દંડનાયક વિમળશાહે આપને તેડાવ્યા છે.” “ભાઈ ! રાજદરબારમાં મારું કામ નહિ. હવે મેં એવા સંબંધ બહુ ઓછા કરી નાખ્યા છે. મને શા માટે બોલાવે છે ? કંઈ કેટલ્લિા કે રાજમહેલ નિર્માણ કરવા બોલાવતા હશે, બીજું શું હોય ? પણ સરદારજી ! મેં તો હવે ઓજાર મૂક દીધાં છે.” પણ વિમળશાહને આપનું બહુ અગત્યનું કામ છે. એક વખત પધારો, પછી બીજી વાત.” ના ભાઈ, એ નહિ બને ! મને ત્યાં બોલાવી હેરાન કરે. મારે હવે લ્લિાઓ કે ભેદી રાગૃહ નથી રચવાં. રાજમહેલો વિહારભવનો નથી બાંધવાં. ભાઈ ! મેં તો બધે અન્યાય થતો જોયો છે. કરાગૃહ અને કિલ્લાઓમાં બિચારા સપુરુષોને ગોંધી રાખી એમના ઉપર ત્રાસ વર્તાવાય છે, ને રાજભવનો અને વિહારભવનોમાં હવે સતીઓને સંતાપ દેનારી વાચંગનાઓ વસવા આવે છે.” કિર્તિધર બોલતાં થોભ્યો. એના બેદરકર ચહેરા ઉપર અત્યારે પુણ્યપ્રકોપ છવાયેલો હતો. એણે ફરીથી કહ્યું : “બસ, ઘણું કર્યું, હવે કંઈ નથી કરવું. સરધરજી, જઈને તમારા માલિકને કહી દેજો કે કિર્તિધર મરી ગયો છે ! હવે વિલાસમંદિર કે રાજભવનો બાંધનારો કિર્તિધર પૃથ્વીપટ પર હયાત નથી. ભાઈ ! મારી પત્ની ગુજરી ગઈ અને ગુલાબના ગોટા જેવો પુત્ર પરલોકમાં સિધાવી ગયો, તે દિવસથી આ બધું બંધ કર્યું. નાની જિંદગી માટે આ ઉધામાં શા ? પ્રભુની કુદરત જોઉં છું ને મસ્ત રહું છું. મને કિર્તિ કે દ્રવ્યનો લોભ નથી !” સરધર તો આભો બની ગયો. એણે ઘેર ચાંલ્લો કરવા આવતી લક્ષ્મીને ઠોકરે મારનાર પુરુષ આજે જ જોયો ! આવાને સમજાવવા માટે તો વિમળશાહે પોતે જ અહીં આવવું જોઈએ. સરઘરે વિમળશાહને બધી હકીકત લખી અને એક ઘોડેસવારને સંદેશો આપી તાબડતોબ રવાના કર્યો. અજોડ શિલ્પી જ ઉ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106