Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 73
________________ ©ાદ કરવામાં 'il|| ૧૫ અડશિલ્પી ગુજરાતનું શહેર છે. વડનગર નામ છે. એક કાળે એ પાટનગર હતું. આજ એ વૈભવ ચાલ્યો ગયો હતો, ને એ જાહોજલાલી પણ નાશ પામી હતી. શહેર સામાન્ય બની ગયું હતું. આ શહેરની આસપાસ નાનાં નાનાં પરાંઓ જેવાં ગામડાં વસેલાં હતાં. લોકે કારીગરી અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા. અહીંના કારીગરો કોતરણી કામ માટે પંકાતા. - સવારનો સમય હતો. સીમમાં જતી ગાયોના ધણની ખરીઓથી ઊડેલી ધૂળ બધે પથરાઈ રહી હતી. હવામાં ઠંડી હતી. એ સમયે વિમળશાહના સરદારે પોતાના મંડળ સાથે એ ધૂળિયા ગામમાં પ્રવેશ કર્યો. આવનારાઓ ગામથી અજાણ્યા હતા. કારીગરોનાં નામ પૂછતા જાય અને આગળ વધતા જાય. ધીરે ધીરે બધા એક ચોરા પાસે આવી પહોંચ્યા. ચોરામાં બાર-તેર માણસો સગડીની ચારે તરફ વીંટાઈને બેઠા હતા. ધીરી હાસ્યભરી વાતો ચાલી રહી હતી. સરદાર નજરે પડતાં બધા એ તરફ જોઈ રહ્યા. ૫૮ કમંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106