Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 71
________________ તેઓએ હ્યું, “આ ભૂમિ તો અમારી છે.” વિમળશાહ પાસે વિજયી તલવાર હતી ને ગુર્જરપતિનો પરવાનો હતો; પણ તીર્થરચના માટે એ નિરર્થક હતાં. છેલ્લા કેટલાક સમયથી પૂજારીઓ ને બ્રાહ્મણો આ પ્રદેશ પર વસતા હતા અને એની દેખરેખ રાખતા હતા; એટલે તેઓનાં મન ખુશ કરવા માટે વિમળશાહે સુંદર બદલો આપવાનો વિચાર કર્યો, અને શ્રીદેવીની સલાહ પૂછતાં કહ્યું, " “શ્રીદેવી ! જોઈને આ ભૂમિ. અહીં જ યુગાદિદેવનાં સુંદર દેરાં સર્જવાં છે. આપણા ધનની સાર્થકતા થશે તો અહીં થશે.” “જીવનની પણ સાર્થકતા થશે તો અહીં થશે નાથ ! મારું મન તો મોહી ગયું છે. હવે તો આ પઘડ પરથી નીચે ઊતરવાનું મન પણ થતું નથી ! ભૂંડાં તમારું રાજકાજ ! કરી, કરી અને ન કરી જેવી તમારી નોકરી ! ઓહ ! મને તો અહીં રમતાં જંગલી ભૂંડ ને પામર સસલાં જગતનાં માણસો કરતાં પ્યારું લાગે છે !” શ્રીદેવીએ કહ્યું. એનું મન તો અહીંની શોભામાં મગ્ન બન્યું હતું. “ખરી વાત છે. આ જંગલની શાંતિ રાજમહેલમાં ક્યાં મળે તેમ છે ? ને આ ઝરાના જળની શીતળતા સુવર્ણ કુંભમાં ભરેલા જળમાં ક્યાંથી પ્રાપ્ત થવાની છે ? આ ગુફાઓમાં જે જીવન જીવવાની ઉષ્મા છે, એ બીજે ક્યાં મળવાની છે ? મારું મન પણ અહીં શાંતિ અનુભવે છે !” “આ યોગભૂમિ છે, પણ રાજકારણના વો અહીં આવે તો ભોગભૂમિ બની જાય. માટે તમારી ખટપટોને અહીં ન આણશો. હું તો હવે અહીં જ રહીશ.” “શ્રીદેવી ! તારી જેમ નિશ્ચય સાથે હું કોઈ વાત ન કહી શકું; પણ એટલું તો કહી શકું કે રાજઆજ્ઞાથી ક્યાંય જવું અનિવાર્ય થશે તો મારું ખોળિયું ત્યાં જશે, બાકી મારો પ્રાણ તો અહીં જ રહેશે. આ દેવભૂમિના આશ્રયે રાજસ્થાનો ને દેશથાનો મેં નિષેધ કર્યો છે.” “બરાબર છે, મારા જનકવિદેહી !મિથિલા જલે, એમાં મારું શું જલે, એવી ભાવના રાખજો ! રાજકાજ તો એવાં છે કે પળભરની નિરાંત માણવા દેતાં નથી. માણસની વિદ્યા, બુદ્ધિ, આનંદ, શાંતિ અને છેવટે પ્રાણ પણ હરી લે છે !” ૫૬ : મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106