Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 69
________________ ૧૪ ઉદારતાની અવધિ અર્બુદાચલનાં શિખરો ઉપર યુગાદિનાથનાં મોટાં મંદિરો હતાં. એ વાત ઉપર આજે તો વર્ષોનાં વહાણાં વાઈ ગયાં. એ વખતે એની શોભા ને એની ભવ્યતા અજોડ હતી. દેશદેશથી હજારો ભક્તો પ્રતિવર્ષ અહીં દર્શનાર્થે આવતા. પટ્ટન સો દટ્ટણ, એ નિયમ પ્રમાણે કાળનો ક્યોર પ્રવાહ આવ્યો અને મંદિરો ખંડેર બની ગયાં. એ ખંડેરો પણ પૃથ્વીની છાતી ઉપર ન ટક્યાં. એ ઉપર માટીના થર બાઝયા ને વખત જતાં ત્યાં ઝાડ ને ઘાસથી ભરેલું જંગલ બની ગયું. રાની પશુઓ ત્યાં વસવા આવ્યાં. માણસોની અવરજવર ઓછી થઈ ગઈ. આ નીરવ એકાંતનો લાભ લેવા અઘોરીઓ આવ્યા, તાંત્રિકો આવ્યા; બેપરવા મસ્તરામ સાધુઓ અહીં આવીને વસ્યા. ક્યાંક-ક્યાંક નાનાં મંદિરો ને નાની દેરીઓ દૃષ્ટિગોચર થવા લાગ્યાં. એ મંદિરોમાંથી અવારનવાર શંખ ફૂંકાતા અને હવનનો ધુમાડો ગૂંચળા ખાતો આકાશમાં ચઢતો. ર્દીક આરતી વખતની મધુર ઘંટડીઓનો રણકાર સંભળાતો. એ સિવાય આ સ્થાન નિર્જન હતું. ૫૪ × મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106