Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 67
________________ અહીં વશિષ્ઠ ઋષિની કામધેનુ ગાય ચરવા આવતી; મીઠો મધ ચારો ચરીને, નિર્મળ જળ પીને સાંજે પાછી ફરતી. એક દિવસ ઋષિ રાહ જોઈને બેઠા હતા. સાંજ ઢળી ગઈ હતી, ને રાત પડવાની તૈયારી હતી, પણ કામધેનુ ગાય ચરીને પાછી આવી નિહ ! ઋષિ ગાયને શોધવા નીકળ્યા. અંધારું થતું જતું હતું. એવામાં કામધેનુની હાવળ સંભળાણી. ઋષિ દોડ્યા : “બાપ ગાય ! મા કામધેનુ ! તમે ક્યાં છો ?” જોયું તો કામધેનુ મોટા ઊંડા ખાડામાં પડ્યાં હતાં. ઉત્તક ઋષિના આશ્રમનો એ ખાડો હતો. ઘણા બધા એકઠા થયા હતા, પણ ગાય માતા બહાર નીક્ળી શકતાં નહોતાં. ઉત્તક ઋષિએ વશિષ્ઠ મુનિને જોયા, ને તેમનું મોં પડી ગયું. મનમાં થયું કે શું જવાબ આપીશ ? ત્યાં તો વશિષ્ઠ મુનિએ હાકલ કરી : “ગૌમાતા ! તમે કામધેનુ છો. તમારા દૂધથી આ ખાડો ભરી લો, ને દૂધના સરોવરમાં તરતાં-તરતાં બહાર નીકળી આવો !” “રે મુનિજી ! મારું દૂધ મારા સુખ જે ન વપરાય; તો તો મારો ગોધર્મ લાજે. મારા દૂધ પર તમારો હક. હારની આજ્ઞા જોઈએ. હું વિચારમાં જ હતી, કોઈ મને આજ્ઞા કરે. હવે તમારી આજ્ઞા છે, તો હું મારા દૂધનો ઉપયોગ કરીશ.” મધેનુએ તો આંચળમાંથી દૂધની ધારા છોડી. સરર કરતી સેડો છૂટી. જોતજોતાંમાં ખાડો છલોછલ ભરાઈ ગયો. ગાય માતા તરતાં-તરતાં બહાર નીકળી આવ્યાં; આવીને હાથ જોડીને બોલ્યાં: “અમારું દૂધ આ રીતે વપરાય તે ઠીક નહિ. ઋષિવર ! આનાથી તો જતે દિવસે, પડતે કાળે, ઝાડ પોતાનાં ફ્ળ ખાતાં થાય ને ગૌમાતાઓ પોતાનું દૂધ પોતે વાપરતી થાય. આ ખાડો પૂરી દેવો જોઈએ. એની વ્યવસ્થા કરો. “એ કેમ બને, માતાજી ?” બધા પ્રશ્ન કરી રહ્યા. “આપ પર્વતરાજ હિમાલયને વિનતી ક્યે, એમનું એક શિખર અહીં ', મોક્લે.’ “હિમાલય અહીં શિખર મોકલશે ખરા ?” પર જ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106