Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 65
________________ પર્વત પર દેરાં બાંધ. આ પહાડ પણ હિમાલય જેવો પવિત્ર છે. એક્વાર અહીં સરોવર હતું. ધરતીકંપ થયો અને અહીં જમીન ને ટેકા નીકળી આવ્યા. એ જ વખતે હિમાલયનું એક શિખર ભૂમિમાં ઊતરી ગયું. કહે છે કે એ અન્દરૂપે અહીં પ્રગટ થયું. આ ભૂમિ પણ મારી છે. શ્રીમાલ-ભિલ્લમાલના અમે મૂળ રહેવાસી. પ્રાગવાટ-પોરવાલ જ્ઞાતિ અમારી. અહીં જ અમારા પૂર્વજ નીના શેઠના નામની હાક વાગતી. કોટ્યાધિપતિની શાખ અમારી હતી. ભિલ્લમાલ ભાંગ્યું ને અમે ગુજરાતના ગાંભુ ગામે જઈ વસ્યા.” મંત્રીશ્વરે જૂનો ઇતિહાસ સંભાર્યો. - “સિંહ અને સપુરુષોને પોતાનું કે પારકું હોતું નથી. જ્યાં જાય છે, ત્યાં પોતાનાં પરાક્રમથી ભૂમિને અને યશને પોતાનાં કરે છે. ભારત સહુની માતા. ભિલ્લમાલ કે પાટણ તો એનાં જુદાં-જુદાં અંગ છે. મંત્રીરાજ ! ધરતીને ધર્મથી ને જીવનને ત્યાગથી શોભાવો.” આચાર્યશ્રી ધર્મઘોષસૂરિએ ટૂંકે મંત્ર આપ્યો. “આચાર્યવર ! હવે તલવાર તો પ્રભુચરણે મૂકી દીધી છે. સુંદર નગર રચવાનો ઇરાદો નથી. ને ગૃહપ્રાસાદમાં પ્રેમ રહ્યો નથી. હવે હું પ્રભુપ્રાસાદ જ રચીશ અને ત્યાં મારી કલા ઠાલવીશ. મારા અંતરની આગ ઠારશે તો એ ઠારશે.” તો મંત્રીરાજ ! માતા અંબાજીનું આરાધન કરશે. એની સહાય હશે, તો તમારું કામ પાર પડશે.” “જેવું આપશ્રીનું વચન ! મા અંબા તો અમારાં આરાધ્ય દેવી છે.” ને વિમલશાહ ખુશ થતાં-થતાં ઘેર ગયા. આજ એમની છાતી પરથી હજારો મણની શિલાઓનો ભાર જાણે દૂર ખસી ગયો હતો ૫૦ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106