Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 66
________________ ૧૩ અર્બુદાચલ ચંદ્રાવતી અર્બુદાચળની પૂર્વ તરફ્ની તળેટીની નજીક વસેલું હતું. મહમંત્રી વારે-વારે એ ઊંચા પહાડનાં સુંદર શૃંગો સામે નીરખી રહેતા. અને રાજકાજમાંથી નિવૃત્ત થતાં અર્બુદાચલ પર આવેલા અચલગઢ પર જઈને રહેતા. અહીં એમનું ભારે દિલ હળવું ફૂલ બની રહેતું. એ જ ભૂમિ ૫૨ ગુરુદેવે દેરાં બાંધવાનો આદેશ ર્યો : જાણે જોઈતું હતું ને વૈદ્યે કહ્યું. વિમલશાહનું કલાકારનું દિલ અને દાનવીરતાના હાથ હવે આ પુણ્યભૂમિ તરફ લંબાયા હતા. એ હમેશાં ભાવના ભાવતા કે એ શિખરો પર વીતરાગનાં કલામય મંદિરો સરજું ! એવાં સરજું કે માણસને સોનું ફેંકી દેવાનું અને પથરા સંઘરવાનું મન થાય; ભલભલા રાજવીને તલવાર ફેંકી દેવાનું અને તસબી ઉપાડી લેવાનું દિલ થાય. આ પહાડ પર આજે વીતરાગનું એકે મંદિર નહોતું. પઘડ જંગલી જાનવરોથી ભરેલો હતો. આબુ એ હિમાલયનો ભાગ લેખાતો. જૂના લોકો વાતો કરતાં કે પહેલાં આ તપોભૂમિ હતી. ઋષિઓ આ પર્વતના શિખર પર વાસ કરતા અને પરમાત્માનું ધ્યાન ધરતા. Jain Education International For Private & Personal Use Only અર્બુદાચલ ♦ ૫૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106