Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 62
________________ “રાજકારણ જેને પ્યાર કરે એને સોનાની પાઘડી બંધાવે. રાજકારણ જેનો દ્વેષ કરે, એની હસ્તી પણ ન સાંખે !” આચાર્યશ્રીએ કહ્યું. એ ભારે મરમી લાગ્યા. “હસ્તી મિટાવવાનો જ આ યત્ન હતો. મને પણ હવે ખરે વખતે ખોટ ખાધા જેવું જીવતર ભારે લાગતું હતું. યુદ્ધમાં આત્મ-સમર્પણ કરી દેવાના નિશ્ચય સાથે હું નીકળ્યો. “ધારણા હતી કે યુદ્ધ ભયંકર થશે અને મારી પાસે સુવ્યવસ્થિત સેના નથી, એટલે મારો પરાજય થશે.' રણમાં મેં ી પીઠ બતાવી નથી, એટલે પરાજય મારો પ્રાણ લેશે. રે ! નિરંતરની ચાલબાજીઓમાં જીવવા કરતાં રણભૂમિમાં થયેલો આ પ્રાણત્યાગ મીઠો લાગશે. પણ વિધાતા મને જિવાડવા માગતો હશે. બન્યું એવું કે વિમલ મંત્રીના નામથી જ ડરીને ધંધુકરાજ ભાગી છૂટ્યો ! “પુણ્યવાનને પગલે વિજય જ હોય છે. વગર લડ્યે વિજય હાંસલ થયો ને ?” આચાર્યશ્રીએ વિમલ મંત્રીને બિરાવ્યા. “હ્ય, મહારાજ ! એક વધુ વિજય લાધ્યો. ચંદ્રાવતી પર ગુજરાતનો કુક્કુટજ રોપાયો, મહારાજ ભીમદેવની આણ વર્તાઈ. રાજકારણમાં બેય બાજુ ઢોલકી વગાડનારા ઘણા તક્સાધુ હોય છે. ઊગતા સૂરજની પૂજા એ એમનો સિદ્ધાંત હોય છે. તેઓ એકાએક મારા હિતસ્વી બની ગયા ને મને વગર માગી સલાહ આપવા લાગ્યા : ‘મંત્રીશ્વર ! અહીં ક્યાં ભીમદેવનો હાથ પહોંચવાનો છે ? રાજા થઈ જાઓ, રાજ તમારું કરો ! નિષ્ફળ ગયેલો બંડખોર ગુનેગાર. સફ્ળ થયેલો બંડખોર રાજા ! પાટણ તમારા માટે હવે કાંટાની પથારી છે.” “કહેનાર તો કહે, પણ ગુરુદેવ ! મને એ સલાહ ન રુચી. સંસારમાં એક પક્ષ અધર્મ આચરે, એટલે સામાએ પણ એ જ રીત આચરવી ? અંધકારની સામે અંધકા૨ ધરવાથી કંઈ અર્થ ન સરે. હું માત્ર ગુજરાતનો સૂબો બનીને ચંદ્રાવતીમાં રહ્યો. પરમાર રાજાને ફરી અહીં આણ્યો ને મહારાજા ભીમદેવની આણ અરવલ્લીના પહાડોમાં ગુંજતી કરી. “પણ મારા કલાકાર આત્માને ચેન નહોતું. મારા ઘરને જોઈને મહારાજાની આંખો ફાટી રહી હતી. એ માત્ર વ્યવસ્થા ને સુરુચિભરી સુઘડતા જ તરસ્યાને પાણી ૨ ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106