Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ દુ:ખનો ભાર હતો. દીવા તો દૂરના પણ દેખાતા હતા, અને પાસેના પણ દેખાતા હતા; પણ મામાના ઘરનો દીવો કયો ? દીકરા પૂછવા જતા હતા કે મા, કયા દીવા ? પણ માતાનું ભારેખમ મોં જોઈ કંઈ ન પૂછ્યું. પ્રવાસ આગળ વધ્યો. દીવા તો દૂરના ને પાસેના બધા આવી ગયા, પણ મામાનું ઘર ન આવ્યું. બંને કિશોરો એકબીજા સાથે વાત કરીને વાટ ખુટાડવા લાગ્યા : ‘ભાઈ વિમળ ! મામી ગોળના માટલા જેવી ગરવી છે. આપણા માટે કંઈકંઈ ખાવાનું બનાવી રાખ્યું હશે. પૂરણપોળી, ઘારી, બરફી, સેવ, સારેવડાં.’ ‘ભાઈ નેઢ ! મને તો મામા મધની શીશી જેવા મીઠા લાગે છે. જઈશું એટલે ખેતરોમાં પોંક ખાવા લઈ જશે. આંબલીના વ્રતરા ને ચણીબોર ખાવાની ત્યાં મજા પડશે. મગના ખેતરમાં તો જમણ જમીશું. એક જમાઘર કૂતરો પાળીશું. પાટણ આવીશું ત્યારે એ જમાદારને લેતા આવીશું.' બીજા કિશોરે કહ્યું. ટટ્ટુ આ બધી વાત સાંભળતું હતું, ટાપસી પૂરવા લાંબું મોં આમતેમ હલાવતું હતું, પણ કંઈ બોલતું નહોતું. ગધેડાભાઈને વચ્ચે કંઈક ગાવા-બોલવાની ઇચ્છા થતી હશે, પણ પીઠ પર ભારબોજ એટલો હતો કે મન ખાટું થઈ ગયું હતું. અરે, આ વજન સાથે તે કંઈ ગાવાની મજા આવે ? પાટણ હવે દૂર ને દૂર થતું જતું હતું. આ પાટણ ! પૂર્વજોની અહીં ાક વાગતી. વિમળના પૂર્વજોએ રાજ્સવા ને દેશસેવા કરતાં કાયા ચંદનની જેમ ઘસી નાખેલી ! એ પાટણ આજ છોડવું પડતું હતું. અને તે પણ અડધી રાતે ને ભારે મને. એનું એ જ પાટણ, ભર્યું-ભાદર્યું પાટણ. પણ એ ભર્યા પાટણમાં વીરમતીનો સમાવેશ ન થયો. સુખની ઘડીઓ એકાએક સરી ગઈ ! પતિના ગયા પછી ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે, જ્યારે વીરમતીએ છાનાં આંસુ સાર્યાં ન હોય. નેઢ અને વિમળ હવે સમજુ થયા હતા, એટલે તેમના દેખતાં તે પોતાનું હૃદય છુપાવતી હતી. પિતાના વિયોગે તેમને કાંઈ ઓછું ન આવે તેની એ હમેશાં ૧૦ * મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106