Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 42
________________ “જય પાર્શ્વનાથ !”ની બૂમ મારતા તેઓ વાઘ સામે આવી પહોંચ્યા. જંગલનો મદોન્મત્ત રાજા કેદખાનાના સળિયા પાછળ અનેક દિવસોથી ધૂંધવાઈને પડ્યો હતો, એમાં બે દિવસથી તો ખાવા પણ નહોતું મળ્યું. કકડીને ભૂખ્યો થયેલો વાઘ છૂટતાંની સાથે છલાંગો મારવા લાગ્યો. પ્રથમથી આપેલી સૂચના મુજબ સૌ ઘરમાં પેસી ગયાં હતાં. વાઘ દરવાજો વટાવી માર્ગ ઉપર આવ્યો, પણ ક્યાંયે ભક્ષ ન દેખાયો. એક ભયંકર ગર્જના કરી એ આગળ વધ્યો. ઢીલાપોચાના તો રામ રમી જાય એવી એ ગર્જના હતી. વિમળશાહ વધુ નજીક આવ્યા. વાઘ અને શાહની નજર એક થઈ. નેત્રની જ્યોતે જ્યોત મળી. બંનેમાંથી અંગાચ ઝરતા હતા. વાઘ થંભી ગયો. કુદરતનો કાયદો છે કે ‘દીઠે કરડે ક્તો ને પીઠે કરડે વાઘ.' ત્યાં પાછળ બૂમ સંભળાણી. વિમળશાહે પાછળ નજર ફેરવી કે વાઘ વિમળશાહના શરીર ઉપર કૂદી પડ્યો. પણ જંગલના શાહથી નગરનો શાહ ઓછો ઊતરે એમ નહોતો. એનો દેહ પૂરેપૂરો ક્સાયેલો હતો. વિમળશાહ નીચા નમી ગયા. વાઘની તાપ નકામી ગઈ. એના પોલાદી પંજા જમીનમાં ઊંડા ખૂંપી ગયા. વીફરેલો વાઘ ફરી બમણા જોરી કૂક્યો. એણે ભયંકર મુખ ફાડ્યું. એની પૂંછડી સોટી જેવી સીધી થઈ ગઈ. સૌને લાગ્યું કે બસ, વિમળશાહનાં સોએ સો વર્ષ અબઘડી પૂરાં ! પણ વિમળશાહ પૂરેપૂરા સાવધાન હતા. એમણે વીજળીની ઝડપે ક્મરનું શેલું કાઢી હાથે વીંટાળી લીધું ને વાઘના મોંમાં ઝડપથી ઠાંસી દીધું. વાઘનું મોઢું ભરાઈ ગયું. એણે પંજો ઉપાડ્યો, પણ વિમળશાહે બીજા હાથે વાઘના ગળાને બાથ ભેરવી દીધી. વનમાં ભલભલા હાથીઓ સામે બાથોડા ભરનાર વાઘભાઈને આજ પોલાદી પંજા * ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106