Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 53
________________ ન એ ઉમંગ છે, ન એ હરણફાળ છે ! ધીમો-ધીમો અશ્વ ચાલ્યો આવે છે. ઉપર વિમળશાહ મોં ઢાળીને બેઠા છે. અરે, વાઘને વશ કરનાર, મલ્લને જેર કરનાર મારા સ્વામીને આજે શું થયું ? શ્રીદેવી તો નાની બાળકીની જેમ દોડતી નીચે ગઈ. હજી ડેલીમાં અશ્વ પગ દીધો કે દોડીને ઘોડાની વાઘ પકડી લીધી. વિચારમાંથી જાગતા હોય એમ વિમળશાહે માથું ઊંચું કર્યું, લુખ્ખું હાસ્ય ર્યું, ને જાણે એક દિવસમાં ધરડાપો આવી ગયો હોય તેમ શ્રીદેવીનો ટેકો લઈ નીચે ઊતર્યા. “શું થયું મારા સિંહને ?” શ્રીદેવીએ પ્રશ્ન કર્યો. " “શ્રીદેવી ! કરી, કરી ને ન કરી !” વિમળશાહે વિરામાસન પર કહ્યું. “શું કરી, કરી ને ન કરી, સ્વામી ? આટલા ઢીલા કાં ? શું કોઈ શત્રુએ તમારો પરાભવ કર્યો ?” “શત્રુ હોત તો પહોંચી વળત, એનું અને મારું જોર મપાઈ જાત. પણ આ તો વાડે ચીભડું ખાધું.” વિમળશાહ બોલતાં અચકાતા હતા. “શું મહારાજ ભીમદેવની અવકૃપા ઊતરી ? કંઈ કારણ ?" “દેવી ! ચોમાસામાં બધાં ઝાડપાન ખીલે, ને જવાસો સુકાય, એનું કંઈ કારણ ? મારી ઉન્નતિ ખટપટી લોકોથી ન સાંખી શકાઈ. તેઓએ કાવતરાં કર્યાં !” “તમારી સામે કાવતરાં ? શું તમારાં બળ-બુદ્ધિથી એ અજાણ્યા હતા ?” “ના. જાણતા હતા માટે ર્યાં. એમણે ખોટી રીતે વાધ ઊભો કર્યો, ખોટી રીતે મલ્લ આણ્યા; અને હવે કહે છે કે તમારી પાસે રાજનું લેણું નીકળે છે !” “રાજનું લેણું ? અરે, એમાં વ્યવહારે વાત છે ને ! લેણું હોય એટલું લઈ લે.” “અરે શ્રીદેવી ! આ તો બધાં બહાનાં છે. લેણાની વાતમાં હરાવી નહિ શકે તો વળી નવું કંઈક બ્રઢશે. હું દરબારને આંખના કણાની જેમ ખૂંચું છું.” “તો શું કરીશું ?” ૩૮ ૭ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106