Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 51
________________ “નાટક ?” “હા, નાટક ! એ નાટક મારે જોવું નથી. મહારાજ મારા ધણી છે. જે ફેંસલો આપશે તે મસ્તક પર ધારણ કરીશ.” “તો ફેંસલો સાંભળતા જાઓ.” “ના. આ નાટક્માં હું ભાગ નહિ લઉં. જૂઠાણાને મેં કદી સાથ આપ્યો નથી, આપીશ નહિ. મને દેહાંત દંડ આપવો હોય તો ખુશીથી આપજો. મારી મિલકત જપ્ત કરવી હોય તો તેમ કરજો. અહીં રહીને બે શબ્દો મોમાંથી નીકળી જાય ને દેવ અને ગુરુ પછી જેને ત્રીજા પૂજનીય માન્યા છે, એ રાજાધિરાજનું અપમાન થઈ બેસે, એના કરતાં હું ચાલ્યો જાઉં તે જ સારું. અહીંથી મારાં અન્નજળ ખૂટ્યાં લાગે છે ! જેવો ભાવિભાવ !” સરી સિંહની જેમ પગલાં ભરતાં વિમળશાહ રાજસભાની બહાર નીક્ળી ગયા. સભાજનો જોઈ રહ્યા : એ જાય ! એ જાય ! જાણે સૂરજ આખો દિવસ પ્રકાશ વેરી પશ્ચિમના સાગરમાં ડૂબકી મારવા ચાલ્યો. “વું ઉદ્ધત વર્તન !” મંત્રીરાજે ગુર્જરપતિના મોં સામે જોતાં કહ્યું. “આ તો મહારાજનું અપમાન, એ કેમ જીરવાય. અરે, આવાને તો અવળા ગધેડે બેસાડી ગામ બહાર કરવા જોઈએ.” એક સામંતે કહ્યું. “ખબરદાર ! મહારાજના ભોળપણનો ખોટો લાભ ન લો. મહારાજ પોતે આ બાબત વિચારે ને નિર્ણય લે.” સભામાંથી અવાજ આવ્યો. એ પાટણના નગરશેઠ હતા, ને મહાજનના મોભી હતા. મહારાજા કરતાં મહાજનની સત્તા વધુ હતી. મહારાજાએ તરત સભા બરખાસ્ત કરી, અને અંતઃપુરમાં ચાલ્યા ગયા. પગ નીચેની પૃથ્વી આંચકા ખાતી હોય તેમ લાગતું હતું. હવે આ પ્રકરણનો શુભ અંત આવે છે કે અશુભ; એના વિચારમાં બધા ડૂબી ગયા. પાટણ પરની એ રાત ભયંકર વીતી. ૩૬ : મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106