Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 50
________________ ઊંચા સ્વરથી હ્યું, એમાં ક્રોધ હતો, ધમકી હતી. વિમળશાહને આ બધો વર્તાવ વિચિત્ર લાગ્યો. એમણે કહ્યું : “મહરાજ ! આ કોઈ લુચ્ચા ને પેટબળ્યાની ચાલબાજી લાગે છે.” “વિમળશાહ, ભૂલશો મા કે તમો રાજના સેવક છો. વિનય તમારો ધર્મ છે.” “મહારાજ ! રાજ્યનો સેવક ન્યાય ન માગે ? મારી વાઘરી કે કર્તવ્યનિષ્ઠા ઉપર પાણી ફરતું હોય ત્યારે ાદ કે ફરિયાદ પણ ન થાય ?” વિમળશાહના દિલમાં ધરુણ વેદના ઝગી હતી. “વિમળશાહ ! રાજના ચોપડા સાચા જ હોય. તેને તમારે માન્ય રાખીને ચાલવું પડે ! બાકી બીજી વાત જે હેવી હોય તે ો, હું સાંભળવા તૈયાર છું. હિસાબ કોડીનો, બક્ષિસ લાખની.”. વિમળશાહની આંખે હવે સાચી સ્થિતિ દેખાવા લાગી. જે પ્રસંગોને એ સ્વાભાવિક સમજતા હતા, એ એક ઇરાદાપૂર્વક ગોઠવાયેલી ચાલબાજીઓ હતી એમ એમને સ્પષ્ટ થયું. “મહારાજા ! જો એમ જ હોય તો પછી જે કરવું હોય તે કરી શકો છો. ધણીનો કોણ ધણી છે ?” વિમળશાહ ઊઠીને દરબાર છોડી ચાલતા થયા. મહારાજા રોષભરી આંખે જોઈ રહ્યા, છતાં સેનાના ઉપરી સામે એક્દમ પગલાં ન લેવાય, એમ પણ તેઓ સારી રીતે સમજતા હતા. “વિમળશાહ ! આ રાજનું અપમાન છે. તમારે તમારા પરનો આરોપ અને ફેંસલો સાંભળવો જોઈએ.” મહારાજ ભીમદેવની મૃખાકૃતિ લાલચોળ થઈ ગઈ હતી. “આપ મારા ધણી છો. આપ ક્યો તે આરોપ સાચો; મને માન્ય.” વિમળશાહે અદબથી કહ્યું. “અને ફેંસલો માન્ય કે નહિ ?” મંત્રીએ વચ્ચે કહ્યું. “મંત્રીરાજ ! આજ મારે કંઈ કહેવું નથી, કહેવાની વેળા પણ નથી. પણ તમે ચોખ્ખા દૂધમાં ઝેરનાં ટીપાં નાખ્યાં છે ! એક સાચા સેવઘ્ને નષ્ટભ્રષ્ટ કરવાનું નાટક યોજ્યું છે !” Jain Education International For Private & Personal Use Only દાવ પર દાવ * ૩૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106