Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 49
________________ “બરાબર તૈયારી છે, હવે બચી શકે તેમ નથી.” જવાબ મળ્યો. મંડળ વીખરાયું ને તેમના કૃત્ય જેવો રાતનો પડદો પૃથ્વી પર વીંટાયો. આ કાળા પડદાની આડમાં બેસીને કાવતરાખોરોએ બધી રચના કરી લીધી. મહારાજા ભીમદેવને પણ યોજના સમજાવી દીધી. બધાંએ આખી રાત જાગરણ કર્યું. વિમળશાહ આ બધાં કરસ્તાનોથી અજાણ હતા. બીજે દિવસે દરબાર ભરાયો. સહુ પોતપોતાના સ્થાને ગોઠવાયા. ભરસભામાં મંત્રીરાજ ઊભા થયા. બધાનું માનવું હતું કે વિમળશાહની કદર થશે, ને એમને કંઈક ખિતાબ બક્ષસે . મંત્રીરાજે વિમળશાહને પ્રશ્ન કર્યો : “વિમળશાહ ! રાજને ચોપડે તમારી પાસે રાજનું લેણું નીકળે છે, એ જાણો છો ખચ ?” એકદમ વીજળી પડે ને જેમ માણસ ચમકી ઊઠે એમ વિમળશાહ ચમકી ઊઠ્યા. “શાનું લેણું ? મંત્રીરાજ, કયા વખતની વાત કરો છો ?” “વિમળશાહ, ઉતાવળા થવાની જરૂર નથી. જે હશે તે ચોપડા કહેશે; એ મારી કે તમારી શરમ નહિ રાખે.” મહારાજા ભીમદેવે વચમાં કહ્યું. વિમળશાહને મહારાજની ભાષામાં ને ભાવમાં કાંઈક ફેર લાગ્યો, પણ ઉતાવળે અભિપ્રાય ન બાંધતાં પ્રશ્ન કર્યો : “મંત્રીરાજ, બતાવો તો ખરા કે રાજનું કેટલું લેણું છે ?” “તમારા દાદા હિરના વખતનું છે. છપ્પન લાખ ટંકા નીકળે છે. જુઓ, આથી નારાજ ન થશો. તમારા મનમાં ઇનામની આશા હશે, પણ પહેલાં ચોપડા ચોખ્ખા કરીએ. બક્ષિસ લાખની, પણ હિસાબ કોડીનો.” “ટાઢા ડામ ન દેશો, મંત્રીરાજ ! તેજોદ્વેષ તમને આમ બોલાવે છે. માટે દેવું પિ ન હોય. હશે તો તે ભરપાઈ થઈ ગયેલું હશે. આ મારા ઉપર જૂઠું આળ છે.” - “વિમળશાહ ! ઉતાવળમાં આડુંઅવળું બોલી ન નાખો ! તમે કે હું જુઠ્ઠા ઠરીએ, પણ ચોપડા - રાજકારભાર - જુઠ્ઠો ન ઠરી શકે !” મહારાજાએ સહેજ ૩૪ ૨ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106