Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 47
________________ ૯ દાવ પર દાવ મહારાજા ભીમદેવ અંતઃપુર તરફ જતા હતા. સાથે અનુચર વર્ગ હતો. એક ણાએ કહ્યું, “મહારાજ ! જે વાઘથી ડરતો નથી, જે મલ્લથી પાછો પડતો નથી, એ પુરુષ કોનાથી ડરે ?” “અરે, આજ તો એણે ગુજરાતનું નાક રાખ્યું. વિમળશાહ ખરેખર, વીરત્વનો ભંડાર છે.” મહારાજા ભીમદેવે ભોળાભાવે કહ્યું. “મારાજ ! હમેશાં વખાણી ખીચડી ઘંતે ચોટે છે. વિમળશાહનાં બહુ વખાણ ન કરશો. સેના તો એના નામ પાછળ ઘેલી છે. સેનાપતિઓ પણ આપના કરતાં એનાં વધુ વખાણ કરે છે.” “તે એમાં શું ? યોગ્યનાં વખાણ જરૂર થાય, થવાં જોઈએ.” “ગુર્જરેશ્વર ! આપ ભોળા છો. પવિત્ર માણસને પૃથ્વી પર ક્યાંય પાપ દેખાતું નથી. આપે એનો મહેલ જોયો ? રાજાના રાજમહેલને ઝાંખો પાડી દે તેવો હતો ને ! અને એને પાઘડી ફેરવતાં જરા પણ વાર ન લાગે, હો. વાણિયાવાણિયા ફેરવી તોળ !” ૩૨ : મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106