Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 46
________________ મલ્લે પેતરો લીધો ને યુદ્ધ જામ્યું. મલ્લને થોડી વારમાં જ લાગ્યું કે વાણિયો ઢીલી દળનો નથી ! હવે એને લાગવા માંડ્યું કે બાજી ધારવામાં આવતી હતી તેવી સહેલી નથી. સાધારણ દેખાતા વિમળશાહ ઉપરાઉપરી ઘવ મારવા લાગ્યા. મલ્લ પણ પૂરજોશમાં પોતાના ઘવપેચ અજમાવવા લાગ્યો. કુસ્તીનો ખરેખરો રંગ જામ્યો. મલ્લું હતું એટલું જોર કર્યું. એણે વિમળશાહને ઊંચક્યા અને નીચે પછાડ્યા. પણ વિમળશાહ એમ જાય એવા નહોતા. તેઓ મલ્લના શરીરને ખૂબ મજબૂત રીતે વળગી રહ્યા. મલ્લ નીચે પડી ચીત કરવા યત્ન કરવા લાગ્યો. તરત વિમળશાહે અવળી ગુલાંટ લઈ મલ્લને ચીત કરી નાખ્યો. બધેથી એકસામટા હર્ષના પોકરો ઊઠ્યા. મહારાજા ભીમદેવ ખુશ થયા, પણ પાછળ બેઠેલા અધિકારીઓનાં મુખ ઉપર ક્યવાટ દેખાતો હતો. વિમળશાહ બધાની શાબાશી લેતા દરબારમાં આવ્યા. મહારાજાએ પીઠ થાબડી. થોડી વાર પછી દરબાર પૂરો થયો અને વિમળશાહ ઘર તરફ ગયા. પતિને ક્સોટીમાંથી પાર ઊતર્યા જાણી શ્રીદેવી ખૂબ આનંદી બનીને આવા વીર પતિ માટે મગરૂર થવા લાગી. વિમળશાહને તો હજી પણ આ બધામાં કંઈ શંકા જેવું લાગતું નહોતું. એમણે શ્રીદેવીને ભોળાભાવે કહ્યું : દેવી ! આજ હું ઊભો થયો ન હોત તો પાટણનો દરબાર ઝાંખો પડત.” “આપણા જીવતાં એ કેમ બને ? પણ દરબારમાં બહાદુમાં તમે એક્લા જ છો કે શું ? મૂછે ત્રણ-ત્રણ લીંબુ લટકાવીને ફરનારા કેમ આગળ આવતા નથી ?” શ્રીદેવીએ કહ્યું. સહુ સહુનું કર્તવ્ય જાણે, આપણે આપણું કર્તવ્ય જાણીએ.” વિમળશાહે કહ્યું, “પાટણનું જરા પણ ઘસાતું મારાથી સાંભળી શકતું નથી. ગમે તેવી તોય આપણી ભૂમિ !” પતિ-પત્ની બધું ભૂલી વાર્તાવિનોદ કરી રહ્યાં, નિરાંતે જીવી રહ્યાં, પણ કેટલાંકની ઊંઘ હરામ હતી. કેટલાક પારકની ઉન્નતિમાં પોતાની અવનતિ જોનારા હોય છે ! મલ્લયુદ્ધ ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106