Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 54
________________ “છેલ્લી વાત. મહારાજને જે કરવું હોય તે કરે. કત્વ માટે તૈયાર છું, કરાગાર માટે તૈયાર છું, પણ આ કાવતરાખોરો ભેગું હવે નથી રહેવું. ગુનો એવો નથી કે આપણા જાનને હાનિ પહોંચે. મિલકત ભલે લેવી હોય એ લઈ જાય. ચાલો, આ ભૂમિને પ્રણામ કરીએ. આપણે તૈયાર થઈ જઈએ.” “તૈયાર છું, સ્વામી ! શ્રીદેવીને તમે નિર્બળ ન માનતા. અબળા જ્યારે સબળા થાય ત્યારે એને બેઈ ન પહોંચે.” “તો કરો તૈયારી સાથે એક જોડ કપડાંથી વધુ કંઈ ન લેશો !” અને બંને તૈયારીમાં પડી ગયાં. આ તરફ મહારાજા ભીમદેવ પણ વિચારમાં પડી ગયા. થતાં તો થઈ ગયું, પણ મામલો કાબૂમાં રાખવા જેવો હતો ! પણ હવે તો સાપે છછૂંદર ગળ્યા જેવું થયું હતું : વિમળશાહને મનાવવા જતાં પોતાનું માન ઓછું થતું હતું, તેમ તેમને જવા દેતાં રાજ્યમાં મોટી હોહા થાય તેમ હતું. - હવે શું કરવું ? મહારાજા ભીમદેવે પોતાના ખાનગી સલાહકારોને ફરી તેડાવ્યા. સૌ ઊંડા વિચારમાં પડ્યા. છેવટે એક યુક્તિ સૂઝી આવી. મંત્રીએ કહ્યું : “મહારાજ ! ચંદ્રાવતીનો રાજા ધંધુક આજકલ ઉદ્ધત બની ગયો છે; ખંડણી વગેરે નિયમિત મોક્લાવતો નથી. એને શિક્ષા કરવા વિમળશાહને મોકલોહારે તો તો ઠીક છે, ટાઢે પાણીએ ખસ જશે !ને જીતે તો વ્યવસ્થા માટે ત્યાં જ રાખજો !” “હા, હા, બરાબર યુક્તિ છે.” સૌ રાજી થઈ ગયા. વિમળશાહને બોલાવવામાં આવ્યા. વિમળશાહ બળા પોષાકે ને કળા ઘોડે ત્યાં આવ્યા; વિદાયની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. હાથમાં ભંડારની ચાવીઓ હતી. પણ વાતાવરણમાં વળી મીઠાશ ઘોળાતી લાગી. આ મીઠાશ ઝેર કરતાં પણ ભૂંડી હતી. મહારાજાએ મીઠા અવાજથી કહ્યું : “વિમળશાહ! તમને દુઃખ થાય એવી વાત હું કરતો નથી. આપણું લેણું-શું આપણે પછી સમજી લેશું. ઘી ઢોળાયું તો કરી, કરી ને ન કરી ! જ ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106