Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 43
________________ વસમી વેળા આવી પડી ! એની ગરદન ભીંસાવા લાગી. પંજો ઉપાડવાની શક્તિ ન રહી. જે આંખોમાં અગ્નિ જેવી લાલાશ તગતગતી હતી, એમાં પાણી આવી ગયાં. ગાય બનીને વાઘ ઊભો રહ્યો ! વિમળશાહ એના મોઢામાં હાથ રાખીને અને ગળે ચૂડ ભેરવીને એને પાંજરા પાસે લઈ ગયા ને ઉઘાડા બારણેથી એને અંદર હડસેલી દીધો. છૂટા થતાંની સાથે વાઘે બીજી તરાપ મારી, પણ એ પહેલાં તો દરવાજો બંધ થઈ ગયો હતો. લોખંડી સળિયા સાથે વનનો શાહ ભટકાઈ ને પાછો પડ્યો ! વિમળશાહ હસતા-હસતા દરબાર તરફ ચાલ્યા. કપડાં ફાટી ગયાં હતાં, આખા શરીરે ઉઝરડા થયા હતા, છતાં વિજય મળવાથી વિમળશાહના દેહ ઉ૫૨ અપૂર્વ તાજગી દેખાતી હતી. મહારાજા ભીમદેવ પોતાના સરળ સ્વભાવ પ્રમાણે બધું ભૂલી વિમળશાહની પ્રશંસા કરવા લાગ્યા. એ સિંહસનેથી ઊતર્યા, વિમળશાહની સામે થોડાં પગલાં ગયા, પીઠ થાબડી પોતાની સાથે સિંહાસન પાસે લાવ્યા ને સોનેરી મૂઠવાળી તલવાર તથા જરિયાની પોશાક ભેટ આપ્યાં. પાટણનું સૈન્ય પોતાના સેનાપતિની વીરતા જોઈ મુગ્ધ થઈ ગયું. આખું પાટણ વીર વિમળશાહનાં યશોગાન ગાવા લાગ્યું. શ્રીદેવીને પણ પોતાના પતિની વિજયગાથા સાંભળીને પોતે ત્રિલોકનું રાણીપદ ભોગવતી હોય એવો હર્ષ થવા લાગ્યો. વિમળશાહ રાજ્સભામાંથી ઘેર ગયા. શ્રીદેવી પતિને વધાવવા બારણામાં જ ઊભી હતી. પતિને જોતાં જ એની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. રચેલી બાજી ધૂળમાં મળેલી જોઈ કાવતરાખોર અધિકારીમંડળી નવા દાવપેચ શોધવા લાગી. વીંછીનો આંકડો કયે દી નમ્યો છે ! વિમળશાહને માથેથી એક પોલાદી પંજો નકામો ગયો, હવે બીજો તૈયાર થવા લાગ્યો. વીર ને ધીરના જીવનમાં ડગલે ને પગલે આફ્તો અને મુશ્કેલીઓ ઊભી જ હોય છે. છતાં વીર પુરુષો ી પોતાની ધીરતા છોડતા નથી. ૨૮ * મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106