Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 26
________________ સાવચેતી રાખતી. પુત્રોને સમજુ તથા પરાક્રમી જોઈ તેનું હૈયું હરખાતું, પણ સાથે-સાથે એક મહાન ચિતા તેના કાળજાને કેરી ખાતી. રાજ્યના અધિકારીઓ આ પુત્રોની ચઢતી કળા જોઈ દ્વેષ કરતા અને તેમનું ભૂંડું તાકતા. કર્મવીર અને ધર્મવીર વીર મંત્રીનાં પાસાં સેવનારી વીરમતી બરાબર જાણતી હતી કે રાજ્યના પ્રપંચ કેવી ભયંકર વસ્તુ છે ! એક નજીવી બાબતમાં પણ ખૂન થયાની વાતો તેણે સાંભળી હતી. એ પોતાના ઊછરતા બે બાળની રક્ષા કરવા માગતી હતી. દિવસે-દિવસે નેઢ અને વિમળનાં પરાક્રમો વધતાં જતાં હતાં. રાજ્યના અધિકારીઓ એ જોઈ વધારે ખારીલા બન્યા હતા અને વીરમતીની ચિતામાં અનેક ગણો વધારો થયો હતો. આખરે એક રાત્રિએ તેણે પોતાની બધી મિલકતની વ્યવસ્થા કરી નાખી. થોડોક સામાન અને કેટલુંક ચેકડ નાણું હાથ પર રાખી પોતાના બન્ને પુત્રો સાથે પાટણનો ત્યાગ કર્યો. નેઢ તથા વિમળ બંને કિશોરો તો લહેરમાં હતા. મોસાળમાં મહાલવાનું મળશે એમ સમજી અંતરમાં હરખાતા હતા. બાળારાજાઓને બીજું શું જોઈએ ? પણ પાટણ છોડતાં વીરમતીનું હૃદય રડતું હતું. - આ એ જ નગર હતું, જ્યાં એક વખત તે બહાર નીકળતી ત્યારે અનેક નોકરચાકર ખમ્મા-ખમ્મા કરતા આગળ ચાલતા અને લોકે માનભરી સલામો ભરતા. અત્યારે તેને “આવો” “આવજો” હેનારું પણ કેઈ ન હતું. પાટણ છોડતાં એની આંખમાંથી આંસુ ટપક્યાં. ફરી પાટણ ક્યારે આવવાનું થશે તે નક્ક નહોતું. વિમળનું મોસાળ પાટણથી થોડા ગાઉને અંતરે આવેલું હતું. એ એક નાનું ગામડું હતું અને ત્યાં મામા-મામી સિવાય કોઈ પણ ન હતું. મામા-મામી બહુ જ ગરીબ હાલતમાં હતાં અને સામાન્ય ખેડૂત જેવું જીવન ગુજારીને જ નિર્વાહ કરતાં. તેઓને વીરમતી તથા પોતાના ભાણેજો પર ખૂબ વહાલ હતું. મામા-મામીએ ત્રણે જણાંનો ભાવભીનો સત્કાર કર્યો. દિવસો ફરી આનંદમાં વીતવા લાગ્યા. ખરા વખતે પોતે બહેન ભાણેજાંને હામ અને ઠામ આપી શક્યાં તેનો ઊંડો આત્મસંતોષ ભલા મામા અને મામી અનુભવતાં હતાં. મોસાળમાં ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106