Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ be સt 's" W લગ્ન શિયાળુ પાક તૈયાર થઈ જવા આવ્યો. હજીયે હેમંત ઋતુના ઠંડા વાયરા વાતા હતા. ખેતરોમાં અનાજના દાણાઓથી ભરચક કૂંડાં પવનની લહરીઓમાં નીચાં નમી ઝૂલી રહ્યાં હતાં. ખેતરોના ધૂળભર્યા માર્ગ ઉપર આખો દિવસ અવરજવર રહેતી. રસ્તા ઉપરના જમરૂખી અને સીતાફળીના બગીચાઓ ફળોથી ભરાઈ ગયા હતા. પક્ષીઓને ઉડાડવા આખો દિવસ ખેતરપાળ પતરાનો ડબો વગાડતો, હોંકારા કરતો ને ગોણમાંથી પથરો ફેંકતો. બપોર થવા આવતો કે માથે છાશનો ઘડો અને ઉપર બે-પાંચ મરચાં સાથે રોટલા લઈને ભતવારણો ચાલી આવતી. ચતથી ખેતરની ચોક્ક કરવા રહેલા ખેડૂતો ભાતની આતુરતાથી રાહ જોતા, અને એ સાદું ભોજન બાદશાહી જમણની જેમ જમતા. આ ધૂળભર્યો ભૂખરો માર્ગ પણ ઇતિહાસ રાખતો હતો. કેટલાય વૃદ્ધ ખેડૂતોએ અહીં બેઠાં લશ્કરો પસાર થતાં જોયાં હતાં, ને ટપકતે આંસુડે પોતાના લીલુડા મોલને ઘોડાઓની ખરીઓથી વેરાન થતો જોયો હતો. લગ્ન કે ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106