Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ તેમને વિદાય થયે પૂરાં દોઢસો વર્ષ પણ ન વીત્યાં, ત્યાં ચાવડા વંશનો નાશ કરી મૂળરાજ સોલંકી ગાદીએ આવ્યો. અને સોલંકીનાં શાસન આરંભાયાં. મૂળરાજ પંચાવન વર્ષ રાજ ભોગવી મૃત્યુશય્યામાં પોઢ્યો. એના પછી ચામુંડરાય ગાદીએ આવ્યો. તેર વર્ષનો ટૂંક રાજ્યઅમલ ભોગવી તે સ્વર્ગે સિધાવ્યો અને વલ્લભરાજ આવ્યો. ફક્ત છ માસમાં જ તે મૃત્યુ પામતાં દુર્લભરાજે પાટણની ગાદી ઉપર પગ મૂક્યો. એ વખતના મહાપુરુષો ઉંમર થતાં બધું છોડી તીર્થમાં જઈને રહેતા. યોગવિદ્યાથી પ્રાણ છોડતા. દુર્લભરાજે બાર વર્ષ સુધી સિંહાસન શોભાવ્યું; પછી શુક્લતીર્થમાં વાસ ર્યો ને ત્યાં દેહ છોડ્યો. આજે દરબારગઢે ચોઘડિયાં વાગતાં હતાં મહારાજ ભીમદેવનાં, ભીમદેવ (પ્રથમ) શૂરવીર અને અભિમાની રાજા હતો. સરળ પણ એટલો જ હતો. આ રાજા શસ્ત્રવિદ્યામાં બહુ નિપુણ હતો અને બાણવિદ્યામાં તો એણે એવું નામ કાઢ્યું હતું કે બધા એને ‘ભીમ બાણાવળી' તરીકે જ ઓળખતા. એ સમયે પાટણ એક અલબેલું નગર હેવાતું. એમાં જૈનધર્મ અને શૈવધર્મનાં અનેક ગગનચુંબી દેવાલયો હતાં, જેની ધજાઓ સહ્ય આકશમાં ઊડ્યા કરતી. વિદ્વાનો અને ક્લાચાર્યોનું પણ એ ધામ ગણાતું. એના વૈભવ ઉપર મોહ પામી દેશદેશાવરના મુસાફરો અહીં જોવા આવતા. મહારાજા ભીમદેવ પાસે તીરંદાજ તરીકે નામના કાઢનાર વિમળનો જન્મ આ જ પાટણમાં થયો હતો. એના પૂર્વજો મૂળ શ્રીમાળ (આજના ભિન્નમાલ) નગરના રહેવાસી હતા; પણ ‘નીના' નામના પુરુષના સમયમાં જીવનની દશા બદલાતાં તેઓ ગુજરાતના ‘ગાંભુ’ ગામમાં આવીને વસ્યા હતા. અહીં તેમણે ઘણું ધન પેદા કર્યું. નીનાને ‘હિર’ નામે એક વિદ્વાન અને શૂરવીર પુત્ર હતો. આ પિતાપુત્રના જીવનકાળ દરમ્યાન જ વનરાજે અણહિલપુર વસાવ્યું અને તેણે રાજ્ય ચલાવવા માટે યોગ્ય પુરુષોની તપાસ કરવા માંડી. એણે ગામડાની ધૂળમાં છુપાયેલાં આ બે રત્નોને પારખ્યાં અને તેમને પાટણમાં લઈ આવ્યો. પિતાપુત્રની જોડલીએ રાજ્યની ઘણી ઉમા સેવા બજાવી. વીર વનરાજે એ જમાનો * ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106