Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ પોશાક પહેર્યો હતો. ક્મર ઉપર ટારી ને તલવાર લટકાવી હતી. પીઠ પર તીરોથી ભરેલાં ભાથાં લટકતાં હતાં. ખભા ઉપર મજબૂત વાંસનાં બાણ ભરાવેલાં હતાં. મોટી-મોટી મૂછો મરડતા તેઓ રુઆબમાં ચાલ્યા આવતા હતા. એમની આંખો લાલઘૂમ હતી. કાચોપોચો માણસ તો એ જોઈને જ ડરી જાય. થોડી વારે શ્રીદત્ત શેઠ આવ્યા. એ પાટણના નગરશેઠ હતા. તેમની પાછળ પાટણના મહાજનના શેઠિયાઓ આવ્યા. થોડી વાર પછી અધિકારી વર્ગ આવ્યો. તેમાં કોષાધ્યક્ષ તથા ન્યાયમંત્રી સૌથી આગળ ચાલતા હતા. સેનાનાયક સંગ્રામસિંહ સૌની સરભચ કરતા હતા ને યથાયોગ્ય સ્થાને બેસાડતા હતા. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ક્વળ મરાજાની રાહ જોવાતી હતી. નેકી પોકારાઈ ને મહારાજા ભીમદેવ પધાર્યા. રાજ્યગુરુતથા મહામંત્રી તેમની સાથે હતા. પાછળ મહારાજાનો નિમક્કલાલ અંગરક્ષક સામંત ચાલતો હતો. મહારાજાએ રેશમી અને જરીથી ભરેલાં વસ્ત્રો પહેર્યાં હતાં. એમનો ભરાવદાર ચહેરો તેજથી ઝળહળતો હતો. આંગળીએ કીમતી હીરાની વીંટીઓ ને ગળામાં મોતીના કંઠા પડ્યા હતા. મહારાજા સિંહાસને બિરાજ્યા ને સાર માટે ઊભા થયેલા બધા બેસી ગયા. વીોત્સવનો આરંભ થયો, અનેક જાતની રમતો રમાવા લાગી. મલ્લકુસ્તી શરૂ થઈ. મલ્લો એવા ભેટ્યા કે જાણે પાડે પહાડ બાખડ્યા. પટ્ટણી વીરોએ ભારે કુસ્તી કરી બતાવી. દોડવાની અનેં ઘોડેસવારીની હરીફાઈ થઈ. અરબી અને સોરઠી ઘોડાઓ પર અસવારોએ ક્માલ કરી બતાવી. પછી વઢિયારી બળદોની ઘુઘરિયાળી વેલો આવી. એમણે શરત રમી બતાવી. હાથી સાથે સ્તીની રમત ચાલી. પહાડ જેવા હાથીને મેં ફેં કરી નાખ્યા. ગુજરાતી વીરોએ અચરજ કરી બતાવ્યું. કૂદવાની હરીફાઈમાં હનુમાન-કૂદકા કરનારે જાણે લંકાનો ગઢ એક છલાંગે ઓળંગ્યો. પટાબાજીની રમતમાં તલવારો એવી ફરવા લાગી કે જાણે અકાળે આભમાં ૨ * મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106