________________
સામે ભવઃ વિશ્વભૂતિની કથા રાજાએ જોયું કે, જ્યાં સુધી વિશ્વભૂતિને પુષ્પકરંડક ઉદ્યાનમાંથી ખસેડવામાં ન આવે, અને વિશાખનંદી તે ઉધાનમાં નિબંધ પ્રવેશ ન પામે, ત્યાં સુધી રાણું શાંત થવાની નથી; ત્યારે તેણે મંત્રીઓ સાથે મસલત કરીને પ્રયાણ માટે લશ્કરને સજજ કરવા ભેરી વગાડાવી. પ્રયાણભેરીને અવાજ સાંભળી વિશ્વભૂતિ ઉદ્યાનમાંથી તરત રાજદરબારમાં ગયો અને પૂછવા લાગ્યું કે, રાજ્ય ઉપર શાનું દુઃખ આવ્યું છે, જેથી બધાને સજજ થવા માટે આ ભેરી વગાડાવવામાં આવી છે? રાજાએ જણાવ્યું કે, સીમાડા પરને પુરુષસિંહ નામને માંડલિક ઉદ્ધત થઈ ગયો છે, તથા આપણું હદમાં આવી આપણુ પ્રજાજનેને સતાવે છે, તે માટે તેનું દમન કરવા સારુ હું તરત જ ઊપડવા માગું છું.
તે સાંભળી વિશ્વભૂતિએ નમસ્કાર કરી રાજાને જણાવ્યું કે, “એવા નાના સરખા માંડલિકને જીતવા માટે આપને પિતાને શા માટે જવું પડે? અમે બધા હાજર છીએ; આપ મને જ આજ્ઞા આપે, તે હું હમણાં જ તેને સીધે કરી આવીશ.”
વિશ્વભૂતિનાં આવાં ભક્તિભાવભરેલાં વચન સાંભળી રાજાએ તેને સૈન્ય સાથે પ્રયાણ કરવાની આજ્ઞા આપી. વિશ્વભૂતિ આજુબાજુના પ્રદેશની રમણીયતા જેતે જેતે, તથા પ્રજાજનોને તેમની પ્રવૃત્તિ વિષે પૂછતે પૂછતે પુરુષસિંહના મંડળ આગળ આવી પહોચ્યા. રસ્તામાં ક્યાંય તેણે પુરુષસિંહ વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ પોતાના દેશના પ્રજાજનો પાસેથી સાંભળી નહીં. આથી નવાઈ પામી તેણે પુરુષસિંહને દૂત મોકલી પિતાના આવ્યાની ખબર આપી. પુરુષસંહે તે આનંદ તેમજ સત્કારપૂર્વક તેનું પોતાના નગરમાં અતિશય સ્વાગત કર્યું; તથા અનેક રીતે તેને પોતાના પ્રેમૌદાર્યને પરિચય આપ્યો. કુમાર આ બધું જોઈ નવાઈ