Book Title: Kulingivadanodgar Mimansa Part 01
Author(s): Sagaranandvijay
Publisher: K R Oswal

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજ અને શ્રી શ્રી ૧૦૦૮ આચાર્યજી શ્રી સાગરાનંદસૂરિ જીની વચ્ચે સાધુને જૈનશાસ્ત્રોના હુકમ પ્રમાણે ધેલાં કપડાં પહેરવાં જોઈએ કે પીલાં (રંગેલાં) પહેરવાં જોઈયે? તેની ચર્ચા ચાલતી હતી, તેમાં શ્રીમાન યતીન્દ્રવિજયજી મહારાજે પ્રાચીન અર્વાચીન જૈનશાસ્ત્રોના પ્રમાણપાઠ, સાક્ષર જનસમાજ આગલ હેન્ડબિલ દ્વારા આપી જેનસાધુ સાથ્વિને વર્તમાન કાલમાં સનાતન રિવાજ પ્રમાણે વેત વસ્ત્રો ધારણ કરવાં, પીલાં લાલ વગેરે રંગીન નહિં, એમ સિદ્ધ કરી બતાવ્યું છે. શ્રીમાન સાગરાનંદસૂરિજીને હેન્ડબિલ દ્વારા સૂચના આપી હતી કે––અપવાદથી સાધુઓને પીલા વસ્ત્રો રાખવા, એવી રીતે આપ કહો છે તે તેની સિદ્ધિ માટે શાસ્ત્ર પ્રમાણ જાહેર કરે, પરંતુ અત્યાર સુધીમાં તેમના તરફથી કોઈ પણ પ્રમાણ જાહેર થયું નથી, તેથી સ્થાનકવાસી, દિગંબર વિગેરે આમ રતલામના લેકેમાં જણાઈ આવ્યું છે કે શ્રીમાન સાગરાનંદસૂરિજી પાસે કલ્પિત વેશની સિદ્ધિ માટે કોઈ પણ શાસ્ત્ર પ્રમાણ છે જ નહિં. મુનિરાજ શ્રીયંતીન્દ્રવિજયજી મહારાજના શાસ્ત્રીય પ્રમાણ વાલા હેન્ડબિલોથી ગભરાઈને પોતાની પાસે કંઈપણ પ્રમાણ આપવાનું ન હોવાથી આવા કેટલાક ગાલી-ગલેજના હેન્ડબિલે. કાઢયા પછી જ્યારે ડોસા (સાગરજી) એ જોયું કે રાજ્યનું શરણ લીધા વગર સામા પક્ષના પ્રમાણોના હેન્ડબિલો બંધ થશે નહિં. ત્યારે શ્રીમાન દિવાનસાહેબ સ્ટેટ રતલામના પાસે હેન્ડબિલે બંધ કરાવવા અરજ કરાવી. દયાળુ શ્રીમાન દીવાન સાહેબે ડોસા (સાગરજી ) ની અરજ ધ્યાનમાં લઈને દીવાળીના દિવસે શ્રી જજ સાહેબ સ્ટેટ રતલામને મહારાજ શ્રી યતીન્દ્ર વિજયજી પાસે અને સાગરજી પાસે મોકલાવી બે તરફી હેન્ડબિલ મુલતવી રખાવ્યાં છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79