Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મનો મર્મ તથા હૃદયનો ધર્મ સમજાવતું સાહિત્ય
ભારતીય વાડ્મયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે.
આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જ્યોતિષ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય...
આવા અણમોલ ગ્રંથોની નામાવલિની, તેમાં નિરૂપિત વિષયોની, તેના કર્તા, તેનો રચનાકાળ, તે ગ્રંથોનું શ્લોકપ્રમાણ વગેરેની સંપૂર્ણ કહી શકાય તેવી નોંધ તૈયાર કરી આજથી ૩૮ વર્ષ પૂર્વે કેટલાક સાક્ષરોએ ‘જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ'ના નામે સાત ભાગમાં પ્રકાશિત કરી.
પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા ૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) એ વિચાર્યું કે આ સાતે ભાગ જો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો ખૂબ જ ઉપયોગી થશે.. તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ સાતે ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે.
ભાગ-૧ અને ૨ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ સાથે ભાગ-૪ કર્મ સાહિત્ય અને આગમિક પ્રકરણો રજૂ થઈ રહ્યો છે. આ ભાગમાં પૂર્વાર્ધમાં કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણોનો પરિચય આપવામાં આવ્યો છે. જૈન દર્શનનું પરમઅંગ છે તેનો કર્મવાદ. કર્મવાદસંબંધી જેટલું સૂક્ષ્મચિંતન જૈન દાર્શનિકોએ કર્યું છે તેટલું જગતના અન્ય કોઈ દર્શને કર્યું નથી. જૈનાચાર્યોએ કર્મનો અર્થ, કર્મબંધના કારણો, કર્મબંધની પ્રક્રિયા, કર્મનો ઉદય અને ક્ષય, કર્મપ્રકૃતિ અર્થાત્ કર્મસ્વભાવ, કર્મોની સ્થિતિ આદિ વિષયક મબલખ ગ્રંથો – પ્રકરણો રચ્યા છે. શ્વેતાંબર અને દિગંબર અને પરંપરાના આવા અનેક ગ્રંથોનો પરિચય અહીં પૂર્વાર્ધમાં આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org