________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવી અને અશાતા વેદતાં મેહ પામવો તે મેહનીય કર્મ છે. ચાર ગતિમાં અમુક શરીરમાં અમુક વખત સુધી રહેવું તે આયુષ્યકમ છે. દારિક. વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એ પાંચ શરીર સાથે સંબંધ, સંઘયણ–સંસ્થાન, પાંચ વર્ષનો સંબંધ, વેશ્યા એ નામકમ છે. ઉચ્ચ કુળને પામવું તે ઉચ્ચગેત્ર છે અને નીચ કુળને પામવું તે નીચગોત્ર છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગતરાય, ઉપભેગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારનું અંતરાયકમ છે, તેથી આત્મિક તથા કર્મસંબંધી દાન, લાભ, ભગ, ઉપગ અને વીર્યનો લાભ મળતો નથી.
શરીરમાંથી આભા છૂટે છે ત્યારે તેજસ અને કામણ શરીર તેની સાથે જાય છે. કામણ શરીરમાં પુણ્ય-પાપ બંને રહે છે. કામણ શરીરમાં મને વગણ પણ પરભવમાં જતાં સાથે રહે છે. તારું સર્ષ શરીર છૂટયો બાદ શુભાશુભ પરિણામથી બાંધેલું કામણ શરીર તારી સાથે આવશે. તેથી અન્ય ગતિમાં તારી સાથે બે શરીર, પુણ્ય-પાપરૂપ આઠ કર્મ અને તૈજસ શરીર, ધર્મ, અધર્મ” સંસ્કાર સાથે આવશે, પણ તે સંપૂર્ણ જ્ઞાનીઓ દેખી શકે છે. '
આત્મા જે દેવલોકમાં જાય તો ત્યાં દેવગતિમાં કામ અને તિજસ શરીર વડે વૈક્રિય શરીર ગ્રહણ કરવું પડે છે. આત્મા જે નરકમાં જાય છે ત્યાં અશુભ વિકિય શરીરને ગ્રહણ કરે છે. આત્મા જે મનુષ્યગતિ અને તિર્યંચ ગતિમાં જાય છે તો ત્યાં કાર્માણ અને તેજસ શરીર વડે ઔદારિક શરીર લેવું પડે છે અને ત્યાં પુનઃ કર્મ દ્વારા નવીન કમને ગ્રહી પુનઃ અવતાર લેવા પડે છે. મનમાં શુભાશુભ વિચારો જ્યાં સુધી પ્રગટે છે ત્યાં સુધી શુભ શુભ કર્મનું ગ્રહણુ થયા કરે છે. શુભાશુભ ભાવથી મુક્ત થઈ જે પૂર્વભવનાં કરેલાં કર્મો ઉદયમાં આવતાં પ્રારબ્ધ કમ ભેગવે છે પણ તેમાં સમભાવ ધારણ કરે છે, શુભ કર્મરૂપ પ્રારબ્ધ ભેગવતાં જે હર્ષ પામતા નથી અને અશુભ કર્મોદયરૂપ પ્રારબ્ધ જોગવતાં જે શોક પામ નથી, જે સુખ અને દુઃખ વેદે છે પણ બાહ્ય
For Private And Personal Use Only