________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
અધ્યાત્મ મહાવીર પ્રભુએ કહ્યું કે, “યજ્ઞ એટલે આત્મા અને તેની પાસે રહેવાપણું જેનાથી પ્રાપ્ત થાય એ પરબ્રહ્મ ભાવ તે યોપવીત છે. સ્વાર્પણભાવ, આત્મશ્રદ્ધા, આત્મપ્રેમ, સર્વવિધવ્યાપક આત્માનું જ્ઞાન, શ્રુતિવિચારણા તે યજ્ઞોપવીત છે. આત્માને પામવાની પ્રતીતિને સંકેત તે પણ દ્રવ્યથી યજ્ઞોપવીત છે.
મિત્રેય ઋષિએ પ્રભુને પ્રદક્ષિણા દઈ અને વંદન-પૂજન કરી પૂછ્યું કે, “હે પરમેશ્વર ! અગ્નિ એટલે શું? અને તે ક્યાં રહે છે?”
પ્રભુએ કહ્યું કે, “હે મૈત્રેય! આત્મજ્ઞાન તે અગ્નિ છે. તે આત્મામાં રહે છે અને તેને હૃદયમાં સ્થાપવા જોઈએ. તેની આગળ શ્રદ્ધા-પ્રીતિની ઇષ્ટિ કરવી જોઈએ. આત્મગૃહમાં રાત્રિદિવસ જ્ઞાનાગ્નિ જાગ્રત રહેવું જોઈએ અને તેનું પૂજન થવું જોઈએ. ઉદરમાં સુધારૂપ અગ્નિમાં ભેજન હોમવું અને જ્ઞાનાગ્નિમાં શ્રવણ-મનન-નિદિધ્યાસનરૂપ આહુતિ હોમવી.”
ગર્ગ ઋષિએ પૂછયું કે, “હે પરબ્રહ્મ ભગવન! વિશ્વના સર્વ મનુષ્યની સાચી ઉન્નતિ શાથી થાય?”
પ્રભુએ કહ્યું કે, “હે ગર્ગ ઋષિ! જે લોકો મારામાં પૂર્ણ વિશ્વાસ રાખી પ્રવર્તે છે તેઓની સાચી ઉન્નતિ થાય છે. મારી આજ્ઞા પ્રમાણે વર્તવાથી વિશ્વના સર્વ મનુષ્યની ઉન્નતિ થાય છે. સદ્ગુણથી વિશ્વના મનુષ્યની ઉન્નતિ થાય છે. મારા પર શ્રદ્ધા–પ્રેમ રાખનારાઓમાં અવશ્ય સદ્ગણે પ્રગટે છે અને દુર્ગુણેને નાશ થાય છે. તેમાં લાખો પુસ્તકો વાંચવાની પણ જરૂર રહેતી નથી.”
વ્યાસ ઋષિએ પૂછ્યું કે, “હે ભગવન્! કયા ધર્મવાળાઓ મુક્તિપદ પામી શકે છે?”
પ્રભુએ વ્યાસ ઋષિને કહ્યું કે, “હે વ્યાસ ઋષિ ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો પોતપોતાના વર્ણાનુસાર ગુણકર્મવાળા હોય, છતાં મારામાં શ્રદ્ધા–પ્રેમ રાખી મુક્ત બને છે. ત્યાગીઓ પણ મારામાં લીન બની મુક્ત થાય છે. સર્વ વિશ્વ, ખંડ કે
For Private And Personal Use Only